________________ 194 જ્ઞાનમંજરી ભાવાર્થ-આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે ટળે છે, તે જે વડે આત્મા જ્ઞાનમય થાય તેવા પ્રકારને અભ્યાસ કરવા ગ્ય છે. 5 यथा शोफस्य पुष्टत्वं, यथा वा वध्यमण्डनम् / तथा जानन् भवोन्माद-मोत्मतृप्तो मुनिर्भवेत् // 6 // - ભાષાર્થ - જેમ સજાનું જાડાપણું (થર) અથવા ફાંસીએ ચઢાવવા લઈ જતા હોય તેને કરેણની માળા આદિ આભરણ પહેરાવ્યાં હોય તેની પેઠે સંસારના ગાંડપણને જાણનાર મુનિ આત્મદ્રવ્યને વિષે જ સંતુષ્ટ હોય... અનુવાદ:-- સજાને પુષ્ટિ ગણે, વધ્યાર––શણગાર; તેવી ગણું ભવ-ઘેલછા, આત્મતૃપ્ત અણગાર. 6 જ્ઞાનમંજરી -- જેમ સજાથી શરીર જાડું થાય પણ પુષ્ટિ માટે તેની કેઈ ઈચ્છા કરતું નથી, અથવા જેને ફાંસીએ લટકાવવાનું હોય તેને કરેણની માળા આદિ પહેરાવે છે, તેમ સંસારનું સ્વરૂપ, સંસારી જીવોની ઘેલછા જેવી પ્રવૃત્તિ જાણનાર સર્વ પરભાવના ત્યાગી મુનિ અનંત ગુણવાળા આત્મસ્વરૂપમાં સંતોષ માનનાર થાય; સંસારનું સ્વરૂપ, અસાર, નિષ્ફળ અને નહીં ભેગવવા ગ્ય જ જાણી મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન થાય છે. 6 सुलभं वागनुच्चार-मौनमेकेन्द्रियेष्वपि / पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् // 7 // ભાષાર્થ - વચનના અનુચ્ચારરૂપ ન બેસવારૂપ) મૌન તે એકેન્દ્રિયમાં પણ સુલભ (સુખે પામીએ એવું) છે;