________________ 13 મૌનાષ્ટક 193 अहमिक्को खलसुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो / तमि ठिओ तच्चित्तो सब्वे एए खयं णेमि / / 73 // અર્થ :––અવશ્ય એક છું, મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; એવા ભાવમાં રહેલે, તે ચૈતન્ય અનુભવમાં લીન થયેલે હું એ સર્વ કોધાદિ આસને ક્ષય કરી નાખું છું. * નિર્મળ, નિષ્કલંક જ્ઞાન-દર્શન ઉપગરૂપ આત્મા છે એનું (આત્માનું) જ્ઞાન તે જ્ઞાન છે. કહ્યું છે કે :-- देहा-देवली जो वसइ देउ अणाइ-अणंत / सो पर जाणहु जोईया अन्न न तं तं नमंत / ભાવાર્થ -- દેહ-દેવળમાં જે અનાદિ-અનંત દેવ વસે છે, તે પરમદેવ છે એમ હૈ યેગીઓ ! જાણો; બીજાને ઠેકાણે ઠેકાણે ન નમે. આત્મજ્ઞાનથી જ સિદ્ધિ છે; સાધ્ય પણ પૂર્ણ આત્મ જ્ઞાન છે. તેને અર્થે જ અન્ય દર્શનવાળા વિવાદ કરે છે, રેચક આદિ પ્રકારે પવનની પ્રાણાયામ-કિયા કરે છે, મૌન ધારણ કરે છે, પર્વતમાં, વનમાં અને બાગમાં ભમે છે, તે પણ અહંતનાં કહેલાં શાસ્ત્રના શ્રવણથી સ્યાદ્દવાદ વડે સ્વપર પરીક્ષાથી નિર્ણય કરેલી સ્વ-સ્વભાવરૂપ ઔષધિ વિના કાર્યસિદ્ધિ થતી નથી. તેથી આ પ્રાપ્ત થયેલા અવસરે અનંત ગુણપર્યાયસ્વરૂપ આત્મજ્ઞાન આત્મા વડે આત્મામાં કરી લેવા યોગ્ય છે. કહ્યું છે કે - आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते / अभ्यस्यं तत्तथा तेन, येनात्मा ज्ञानमयो भवेत् // 13