________________ 196 જ્ઞાનમંજરી અંશ કે વિભાગ તે અવિભાગ કહેવાય છે. જીવના અસંખ્યાત પ્રદેશમાંના દરેક પ્રદેશે જઘન્ય વીર્ય ગુણસ્થાને પણ તેવા અસંખ્યય લેકાકાશના પ્રદેશ જેટલા અવિભાગ અંશે હોય છે, ઉત્કૃષ્ટપણે પણ એ જ સંખ્યાનું માપ છે છતાં જઘન્ય પદમાં જેટલા અવિભાગ અંશે હોય છે તેથી અસંખ્યય ગુણા જાણવા તેમના જીવ પ્રદેશના જેટલા વીર્યઅવિભાગો સંખ્યામાં સરખા હોય છે. બીજા બધાય જીવ પ્રદેશ રહેલા વીર્ય અવિભાગે કરતાં ઓછામાં ઓછા અવિભાગે જ્યાં હોય તે જીવના પ્રદેશોના સમુદાય, ઘન કરેલા લેકના અસંખ્યય ભાગના અસંખ્યય પ્રતરમાં રહેલા પ્રદેશ સમૂહ પ્રમાણ એક વર્ગણા ગણાય છે. તે જઘન્ય છે કારણ કે ઓછામાં ઓછા અવિભાગે યુક્ત છે. જઘન્ય વર્ગણ ઉપરાંત એક વીર્ય અવિભાગ અધિક જીવપ્રદેશને સમુદાય, ઘન કરેલા લેકના અસંખ્યય ભાગમાં રહેલા અસંખ્યય પ્રતરમાં પ્રદેશ રાશિ પ્રમાણ બીજી વર્ગનું છે. એથી આગળ ઉપર જણાવેલી સંખ્યાથી બે વીર્ય અવિભાગ અધિક હોય તેવા જીવ-પ્રદેશને સમુદાય ત્રીજી વર્ગણ જાણવી. એમ એક એક વીર્ય અવિભાગની વૃદ્ધિ પ્રમાણે વધતી સંખ્યાવાળા જીવપ્રદેશના સમુદાયરૂપ અસંખ્યય વર્ગનું કહેવી. તે કેટલી જાણવી? ઘન કરેલા લેકની એક એક પ્રદેશની પંક્તિરૂપ શ્રેણિના અસંખ્યાતમાં ભાગે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી વર્ગણાઓને સમૂહ તે એક સ્પર્ધક જાણ. “ઉત્તરોત્તર વૃદ્ધિ વડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી વર્ગણ તે અહીં સ્પર્ધકરૂપે કહી છે.” પૂર્વોક્ત સ્પર્ધકમાંની છેલ્લી વર્ગણાથી એક વીર્ય અવિભાગ