________________ 13 મૌનાષ્ટક 189 નિવૃત્તિ કરવી તેથી ચારિત્ર, આત્માના બેધસ્વરૂપ હોવાથી જ્ઞાન, જિન ભગવાને કહેલા ભાવેની શ્રદ્ધારૂપ હેવાથી દર્શન એમ શુદ્ધજ્ઞાન નયે એટલે જ્ઞાન–અદ્વૈત નયને અભિપ્રાયે તે એક વસ્તુને વ્યાવૃત્તિન (ભેદ અપેક્ષાએ) ત્રણરૂપે કહે છે એમ સાધુને સાધ્ય છે, એટલે જ્ઞાનનું ફળ જે કિયા તેને લાભથી ક્રિયાનયને વિષે એકતા જાણવી. (પાંચ ઇન્દ્રિયના) વિષયના પ્રતિભાસ (ભાન થવા) રૂ૫ વ્યાપાર (પ્રવૃત્તિ)માં જ્ઞાન, આત્મપરિણામ વ્યાપાર તે જ સમ્યકત્વ અને આસવને રેકવારૂપ તત્વજ્ઞાન વ્યાપારે તે જ ચારિત્ર એમ વ્યાપાર (પ્રવૃત્તિ)ને ભેદે એક જ્ઞાનને ત્રણરૂપે કહેવું. અનુવાદ : આત્મ–ચરણ ચારિત્ર વા, દર્શન, જ્ઞાન સુસાધ્ય શુદ્ધ જ્ઞાનનય એકતા, કિયાભિન્ન નય–વ્યાપ્ય. 3 જ્ઞાનમંજરી :-- આત્મસ્વરૂપમાં રમણ કરવાથી, પર ભાવની પ્રવૃત્તિ ત્યાગવાથી ચારિત્ર, આત્મસ્વરૂપને જાણવારૂપ જ્ઞાન, પોતાના અસંખ્યય પ્રદેશોમાં વ્યાપીને રહેનાર હોવાથી - સહજ સ્વરૂપ જ્ઞાનાદિ અનંત પર્યાયવાળો હું છું, અન્ય નથી” એ નિર્ધાર તે દર્શન, એમ આત્મા જ્ઞાન, દર્શનરૂપ બે ભેદે ઉપગ ગુણના લક્ષણથી ઓળખાય છે. ભાષ્યમાં એમ કહ્યું છે - આત્માની બે ગુણરૂપે જ વ્યાખ્યા કરે છે તેમના મત પ્રમાણે જ્ઞાનમાં સ્થિરતા તે જ ચારિત્ર ગણ્યું છે, તેથી જ્ઞાન અને ચારિત્રને અભેદ જ છે. જ્ઞાન જ આત્મપરિણામમય વૃત્તિરૂપે સમ્યક્ત્વ છે, આસવ-નિરોધરૂપ તત્ત્વજ્ઞાનમાં એકતા તે ચારિત્ર છે; એમ પ્રવૃત્તિના ભેદે જ્ઞાનની જ ત્રણ અવસ્થાઓ છે.