________________ 19O જ્ઞાનમંજરી તેમજ પ્રથમ ક્રિયાનયથી સાધ્ય છે અને તત્વ (આત્મા) પ્રગટે ત્યારે સર્વ જ્ઞાનનયથી સાધ્ય છે. ખરી રીતે જ્ઞાનમાં પ્રવૃત્તિ તે જ ચારિત્ર છે કારણકે જ્ઞાનમય સેવા આત્મધર્મ છે. તેથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. 3 यतः प्रवृत्तिन मणौ लभ्यते वा न तत्फलम् / अतात्विकोमणिज्ञप्तिमणिश्रद्धा च सा यथा // 4 // ભાષાર્થ - જેથી રત (મણિીને વિષે પ્રવૃત્તિ ન થાય અથવા તેનું ફળ પણ ન પામીએ (રત વેચવાથી કિંમત ન ઊપજે), તે તે મણિ છે એવું જ્ઞાન (બુદ્ધિ) અને મણિ છે એવી શ્રદ્ધા જૂઠી જાણવી. અનુવાદ :-- જ મણિ સાચે ગણી, રુચિ કેર વર્તે તેય, મણિનું ફળ ના મેળવે, નહિ ઝેર ઊતરતું જય. 4 જ્ઞાનમંજરી - અશુદ્ધ જ્ઞાનનું નિષ્ફળપણું દૃઢ કરે છે. જેમ મણિ નથી, તેમાં મણિને આરેપ કરતાં મણિમાં મણિની શ્રદ્ધા કે તેનું ફળ તેથી મળતું નથી, કારણ કે મણિ દ્વારા ઝેર ઉતારવા આદિની જે પ્રવૃત્તિ થાય છે તે જૂઠા મણિથી ન થાય, એ અર્થ છે. કહ્યું છે કે - पुल्लेव मुद्धी जहसे असारे, आयंतए कूड कहावणे वा / राढा मणि वेरु लवप्पगासे अमहग्घउं होइ हु जाणएसु / / ભાવાર્થ - કઈ ચળકતા અસાર પદાર્થને મૂખ જૂઠું રતનું નામ દઈ તેને રક્ષણ કરનાર મહા મેઘ મણિ માને, પણ રનના જાણકાર (ઝવેરી) પાસે રાધામણિ કે વૈર્યમણિ હોય તેના પ્રકાશ આગળ તે મૂલ્ય રહિત ઠરે છે. 4