________________ 13 મૌનાષ્ટક 187 અર્થ :- મેહના ત્યાગથી, આત્મા વડે આત્માને આત્મામાં આત્મા જાણે છે તે જ તેનું ચારિત્ર, તે જ જ્ઞાન અને તે જ દર્શન છે. અનુવાદ:– આત્મામાં આત્માવડે, શુદ્ધ સ્વરૃપ તું જાણ; એ જ રાત્રથી મુનિની, જ્ઞાન-રુચિ રમમાણે 2 જ્ઞાનમંજરી - અહીં જ્ઞાનાદિ ગુણોના અભેદ કરવારૂપ જ્ઞાયકપણાનું કામ કરનાર આત્મા જ ઉપાદાન સ્વરૂપે ષકારક ચકમય જ પોતે જ કર્તા અને કાર્યરૂપ હોવા છતાં પિતે જ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ છે એમ ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે વ્યાખ્યા કરી છે (કહ્યું છે, તેથી જ આત્મા-જીવ કર્તારૂપે, આત્માથી એટલે આત્મમય જ્ઞાન–વીર્યરૂપ કરણ વડે, આત્માને એટલે અનંત અસ્તિત્વ-વસ્તુત્વ-દ્રવ્યત્વ-સવ–પ્રમેયત્વ-સિદ્ધત્વ એ ધર્મ સમૂહ સહિત કાર્યપણને પામેલાને, આધારભૂત-અસ્તિત્વ આદિ અનંત ધર્મપર્યાયના પાત્રભૂત આત્મામાં, જાણે છે, એ જાણવારૂપ પ્રવૃત્તિ તે જ સમ્યકજ્ઞાન-દર્શન–ચારિત્ર લક્ષણ વાળા રત્નત્રયમાં જ્ઞપ્તિ, રુચિ અને આચારની એકતા એટલે ભાસન, નિર્ધાર અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે. તેથી આત્માવડે આત્માને જાણીને તેમાં રુચિ, તેમાં રમણતા કરવી તે મુનિનું સ્વરૂપ છે. ભાવના - મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમની એકતાથી પુગલનાં સુખને સુખપણે પ્રતીત કરી, જાણી અને તેવા આચરણરૂપે પ્રવર્તનારને અનંતકાળથી તત્વના અજાણ પણાને લીધે જાણે દાહવરની ગરમીથી બળતાને શરીરે