________________ 186 જ્ઞાનમંજરી પણું અને તે જ પ્રકારે રમણતા થવારૂપ ચારિત્ર, તે મુનિ પણું છે તેથી સમ્યક્ શ્રદ્ધાથી થયેલી પકડ પ્રમાણે કરવું તે એવંભૂત નયે સમ્યકત્વ, અને એવંભૂત નયે સમ્યકમુનિપણું તે સમ્યફસ્વરૂપ છે, એમ પરિજ્ઞા-પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પ્રાપ્ત તેમજ કાર્યસાધક હોવાથી સમ્યકત્વ અને મુનિત અભેદરૂપ છે. ચેથા ગુણસ્થાનકે રહેલા સમ્યફદૃષ્ટિએ સાધ્યરૂપે જેને નિર્ધાર કર્યો છે, તે પ્રમાણે મુનિભાવે પ્રવર્તતાં સિદ્ધ અવસ્થામાં તેની પ્રાપ્તિ થાય છે, તેથી શુદ્ધ સિદ્ધપણને ધર્મ-નિર્ધાર તે સમ્યક્ત્વ છે. આચારાંગમાં કહ્યું છે (ઉપરની ટીકામાં આવી ગયું છે) તેમજ પાંચ અસ્તિકાર્યોમાં ચેતના લક્ષણવાળ જીવ છે. તેમાં પિતાને આત્મા બંધાયેલે છે, વિભાવથી ઘેરાયે છે છતાં ધ્યેયરૂપે નિર્ધારને અર્થે તે નિર્મળ આનંદસ્વરૂપ સત્તાપણે છે; ને સ્વભાવ આચરણ દૂર થવામાં મેહ કારણરૂપે છે, માટે હેયપણે જાણેલા દ્રવ્ય આસને પિતે દૂર કરે છે. એમ સમ્યકત્વ તે મુનિસ્વરૂપ છે. 1 आत्माऽऽत्मन्येव यच्छुद्धं, जानात्योत्मानमात्मनो / सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारकता मुनेः // 2 // ભાષાર્થ - આત્મા આત્માવડે દ્વિવિધ પરિજ્ઞાએ એકત્વ-પૃથકૃત્વ પરિણત સ્વદ્રવ્ય(આત્મા)ને કર્મ-ઉપાધિ રહિત આત્મસ્વભાવ આધારને વિષે જાણે તે રતત્રયમાં જ્ઞાન-શ્રદ્ધાનઆચરણ એ ત્રણેની એકતા સાધુને કહી છે. કહ્યું છે કે - 'आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि / तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् // "