________________ 175 12 નિસ્પૃહ-અષ્ટક તે સ્વાવાદ વડે એકાંત-પરીક્ષાથી જાણેલા આત્મતત્વના અનુભવની રુચિરૂપ પિપાસાવાળા, બધાય પરભાવને હેય જાણે છે અને સ્વરૂપ રમણમાં મનેહરતા માનનાર હોય છે. - હવે પહેલા ચાર નય સાધના માટે છે. છેલ્લા ત્રણ નયથી સિદ્ધપણું છે, તે જણાવે છે; જીવ અને અજીવ પ્રત્યે નિસ્પૃહ નૈગમ નથી; અજીવ પ્રત્યે નિસ્પૃહ તે સંગ્રહ અને વ્યવહાર ન વડે; ત્રાજુસૂત્ર નયે પિતાને ભેગવવા ગ્ય ભેજન આદિમાં નિસ્પૃહ, શબ્દ અને સમભિરૂઢ ન વડે શુભ નિમિત્તનાં પરાધીન સાધનથી થતાં પરિણામો પ્રત્યે નિસ્પૃહ અને એવંભૂત નયે તે પિતાના સાધનરૂપ પરિણામથી થયેલો ભેદ વિજ્ઞાન, સવિકલ્પ ચારિત્ર, શુક્લ ધ્યાન, શૈલેશીકરણ આદિ પ્રત્યે નિઃસ્પૃહ હોય છે. અહીં તે પહેલા ચાર નયે જે નિસ્પૃહ છે તેનું વર્ણન કરવાનો અવસર છે. ભાવના - અનાદ સંસારમાં સ્પૃહાથી આકુળ વ્યાકુળ બની અનેક પ્રકારે લાખે દુઃખે ભેગવ્યાં તેથી પરભાવની પૃહાથી નિસ્પૃહ થવું ઘટે છે - આત્મધર્મના જ્ઞાન-દર્શન-રમણ-અવ્યાબાધ અમૂર્ત આનંદ રૂપ નિરંતર સિદ્ધપણાના શુદ્ધ પરિણામિક ભાવરૂપ સ્વભાવના લાભ કરતાં અધિક બીજું કંઈ મેળવવા યોગ્ય રહેતું નથી. આત્મસ્વરૂપને લાભ એ જ ખરે લાભ છે. સ્વરૂપ-સામ્રાજ્યથી સંયુક્ત મુનિ જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યા ખ્યાન પરિણાથી દ્રવ્ય-ભાવ આસવના ત્યાગી સાધુ સર્વ શરીર, ઉપકરણ, પરિવાર, યશ, બહુમાન આદિ પ્રત્યે ઈચ્છા-રહિત, નિસ્પૃહ થાય છે. કારણ કે અનાદિ કાળની તૃષ્ણ સ્વભાવના અનુભવ વિના શાંત થતી નથી. 1