________________ 12 નિ:સ્પૃહ-અષ્ટક 179 ભાષાર્થ –પૃહાવંત (લાલચુ) જીવે તરણું અને આકડાના ફૂલ જેવા હલકા દેખાય છે, તે પણ તેઓ સંસારસમુદ્રમાં બૂડે છે એ મોટું આશ્ચર્ય છે. બીજા પદાર્થો તે હલકા હોય તે બૂડે નહીં. કહ્યું છે :- ''तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः / वायुना किं न नीतोऽसौ ? मामपि प्रार्थयिष्यति // " અર્થ –આકડાનું ફૂલ તરણથી પણ હલકું છે. તુલથી પણ વળી યાચક (ભિખારી) હલકે છે, તે વાયુ (આકડાના તૂલની પેઠે) તે માગણને કેમ તાણી જાતે નથી? (વાયુને ડર લાગતું હશે કે, મારી પાસે પણ તે માગ માગ કરશે. અનુવાદ - સ્પૃહાવંત તૃણ તૂલવતું, હલકા જીવ જણાય; પણ ભવસાગરમાં બૂડે, અતિ આશ્ચર્ય ગણાય. 5 જ્ઞાનમંજરી - પર ઈચ્છામાં આસક્ત છ તરણ અને તૂલ જેવા હલકા, તુચ્છ કે અશુદ્ધ જણાય છે. કહ્યું છે કે - (ઉપરની ટીકામાં જણાવેલ ક) આશ્ચર્ય છે કે સ્પૃહાદિને લીધે હલકા હોવા છતાં ભવસમુદ્રમાં બૂડે છે. બીજા પ્રકારે હલકાપણું સંસાર સમુદ્રમાં બૂડવાનું કારણ જ છે. જોકે પ્રાર્થના આદિ દાન વ્યવહારવાળા હોવા છતાં ત્રણે ભુવનના ધન, સ્વજનની તૃષ્ણથી ભારે બનેલા બૂડે છે. 5 गौरवं पौरवंद्यत्वात, प्रकृष्टत्वं प्रतिष्ठया / / ख्याति जातिगुणात् स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः / / 6 / / ભાષાર્થ –નિઃસ્પૃહ સાધુ, નગરના લેકમાં વંદનીપણા માટે મોટાઈને, શેભાએ (પ્રતિષ્ઠાથી કરીને ઉત્કૃષ્ટ