________________ 182 જ્ઞાનમંજરી સ્વરૂપ સ્વાભાવિક આત્મધર્મના ભક્તાને પરભાવની અભિલાષા થવી એ જ દુઃખ છે તે પરભાવની આશા શું કરવી ? સ્વ. પરના વિવેકથી પરભાવ રેકી જેણે આત્માને અનંત આનંદ પ્રગટ કર્યો છે તેને નિસ્પૃહતા ધર્મ છે તેના અનુભવથી સુખ છે. તેથી જ સ્પૃહા તજવા ગ્ય છે, કારણ કે - આત્મબળરહિત હોય તે પૃહા કરે છે. પરંતુ પૂર્ણ આનંદવંત સર્વ શેયને જાણનાર આ પરમ પદાર્થ (શુદ્ધ આત્મા) સર્વ પદાર્થને જાણવાના સ્વભાવવાળે શુદ્ધ આત્માને આનંદ ભેગવનાર હોવા છતાં અનાદિ સ્વતત્વના અનુભવથી ભ્રષ્ટ થયેલા આ જીવન પરની સ્પૃહા થાય છે તે પણ હવે અવ્યાબાધ આત્મભાવનાથી સંકેત્કીર્ણ ન્યાયે આત્મસ્વરૂપના ઓળખનારને સ્પૃહા-પર-આશા હોતી નથી. 8