________________ 13 મોનાષ્ટક मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः / सम्यक्त्वमेव तन्मौनं, मौन सम्यक्त्वमेव वा // 1 // ભાષાર્થ –-જગનાં તત્વને જે જાણે (મારે) તે મુનિ (મુનીશ્વર) એમ તીર્થકરે, ગણધરે કહ્યું છે. તે કારણ માટે “મુનિ' પદની વ્યુત્પત્તિ નિમિત્તે “જગ તત્ત્વ-જ્ઞાન” છે તે માટે સમ્યકત્વ જ મુનિ–ભાવ કહીએ, અથવા મુનિ-ભાવ તે સમ્યકત્વ જ કહીએ. માટે જીવ 7–સર્વ શબ્દ, ક્રિયા, વચન, એ “એવંભૂત' નયને જે અભિપ્રાય તે લઈ શ્રી આચારાંગમાં કહ્યું છે :'जं सम्मं ति पासहा तं मोणं ति पासहा; जं मोणं ति पासहा तं सम्मं ति पासहा / न इमं सक्कं सिढिलेहिं आइज्ज मीणेहिं गुणासाएहि, वंक-समायारे हिं पमत्तेहिं गारमावसन्तेहिं / मुणी मोणं समायाए धुणे कम्म-सरीरगं पन्तं लूहं च सेवन्ती वीरा सम्मत्त-दसिणो / " ભાવાર્થ - જે સમ્યકત્વ છે તે જ મુનિપણું (ચારિત્ર) છે અને જે મુનિપણું છે તે જ સમ્યક્ત્વ છે. તે સમ્યકત્વ કે સાધુત્વ, વૈર્થહીન, નિર્બળ મનવાળા, વિષયાસક્ત, માયાવી, પ્રમાદી અને ઘર પર મમત્વ ધરનારા સાધકેથી ધરી શકાય જ નહીં.