________________ 12 નિઃસ્પૃહઅષ્ટક 181 નિસ્પૃહી ચકવતી કરતાં અધિક સુખી છે. ચક્રવર્તી આદિના ક્ષણિક અને ઉપાધિવાળા સુખ કરતાં મુનિ તે સહજ સ્વરૂપથી ઊપજેલા નિત્ય પરમાનંદરૂપ સુખથી પૂર્ણ છે કારણકે ઇંદ્રિયસુખ અને આત્માનું સુખ એ બન્નેની જાતિ જ જુદી છે. ઇંદ્રિયસુખમાં સુખપણાને આરેપ (કલ્પના) જ છે. પુદ્ગલના સ્કંધમાં તે નથી સુખ કે સુખનું કારણ પણું. આત્મામાં જ અવિચ્છિન્ન (નિરંતર) સુખની પરંપરા છે અને સુખનું કર્તાપણું આદિ છ કારક આત્મામાં જ ઘટે છે. તેથી સાચું સુખ જિન આજ્ઞાથી પરભાવને રોકનાર નિઃસ્પૃહ મુનિને જ હોય છે. માટે નિસ્પૃહી પુરુષને ઇદ્રિયેથી અગોચર સ્વાભાવિક મહા સુખ હોય છે. 7 परस्पृहा महादुःख निःस्पृहत्वं महासुखम् / एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः // 8 // ભાષાર્થ –પરની આશા, અથવા લાલચ કરવી તે મહા દુઃખ છે, નિસ્પૃહપણું મહા સુખ છે. એ સુખ દુઃખનું લક્ષણ, ચિહ્ન સંક્ષેપે કરી કહ્યું. અનુવાદ:– પર–સ્પૃહા મહા સુખ છે, નિસ્પૃહતા મહા સુખ; ટૂંકાં લક્ષણ આ કહ્યાં, ઓળખવા સુખ દુઃખ. 8 જ્ઞાનમંજરી - પરસ્પૃહા એટલે પરવસ્તુની આશા અથવા બીજાની પાસેથી આશા રાખવી તે મહા કષ્ટ કે મહા દુઃખ છે; નિસ્પૃહતા કે વાંછારહિતપણું તે મહા આનંદ કે મહા સુખ છે; એમ સુખ દુઃખનું લક્ષણ સંક્ષેપે કહ્યું. પર આશા જ દુઃખ છે કારણકે નિર્વિકાર, અખંડ સચ્ચિદાનંદ