________________ 178 જ્ઞાનમંજરી પુદ્ગલની રતિરૂપ ચંડાલણને સહવાસ સ્વીકારે છે (આદરે છે, તેને પંડિત ચિત્તરૂપ ઘરથી બહાર કાઢી મૂકવી ઘટે. અનુવાદ - પુગલ-રતિચાંડાળને, કરે પૃહા સહવાસ; મન-ઘર બાહર કાઢવી, સુજ્ઞ જને તર્જી આશ 4 જ્ઞાનમંજરી-આત્મસમાધિના સાધનમાં ઉદ્યમ કરનાર પંડિતે પારકી આશા મનરૂપી ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી છે. કારણ કે હા એ લેભને પર્યાય છે અને લેભ એ કષાય પરિણામ છે તેથી તેને ત્યાગ જ શ્રેયરૂપ છે. પૃહા, પરભાવમાં મીઠાશરૂપ ચાંડાલીને સંગ અંગીકાર કરે છે, માટે તે તજવા ગ્ય છે. કહ્યું છે કે : "जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु / ___ आसापासनिबद्धा, भमंति च उगई महारन्ने / " અર્થ:--જે પરભાવમાં આસક્ત છે અને ઘણાં પાપ ઉપાર્જન કરાવનાર વિષયમાં માચી રહ્યા છે, તથા જે આશારૂપી જાળમાં ફસાયા છે તે જ ચાર ગતિરૂપી ગહન વનમાં ભમ્યા કરે છે. પરભાવમાં વૃત્તિ રહેવી એ જ આત્મશક્તિને ઘાત કરનાર (મુગર) ઘણરૂપ વિભાવ છે. માટે પરેશાની જાળ તેડીને નિગ્રંથ મહાત્માઓ સ્વરૂપ ચિંતન અને સ્વરૂપમણના અનુભવમાં મગ્ન રહે છે, તત્વના આનંદથી પુષ્ટ બની સ્વરૂપમાં રમણતા કરે છે, તથા વિષ વડે બગડી ગયેલા સંસારરૂપી હવડ કૂવામાં પડતાં અટકે છે. 4 स्पहावन्तो विलोक्यन्ते, लघवस्तुणतरवत् / महाश्चय तथाऽप्येते, मजन्ति भववारिधी / / 5 / /