________________ ૧ર નિઃસ્પૃદ્ધ-અષ્ટક स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते / इत्यात्मैश्वर्यसम्पन्नो निःस्पृहो जायते मुनिः // 1 // ભાષાર્થ :-- આત્માના સ્વભાવની પ્રાપ્તિથી કંઈ પણ પામવું બાકી રહેતું નથી, એ પ્રકારે આત્માની પ્રભુતાએ પૂર સાધુ પૃહા રહિત (નિ:સ્પૃહ) થાય છે. અનુવાદ:– સ્વભાવ લાભથી કંઈ વધુ, મેળવવું રહે નહિ ? આત્મ-વૈભવવંત મુનિ, નિસ્પૃહ છે જગમાંહિ. 1 જ્ઞાનમંજરી - હવે નિલેપતા દ્રઢ કરવા માટે નિઃસ્પૃહતા વર્ણવે છે. સર્વ પરભાવની અભિલાષાથી રહિતપણું તે નિસ્પૃહપણું જાણવું. ઈચ્છા, મૂચ્છ દૂર કરવી કે સ્પૃહા, ઈચ્છાને અભાવ તે નિઃસ્પૃહતા છે. ત્યાં નામ નિસ્પૃહ તે બેલાવવારૂપ છે, સ્થાપના–નિઃસ્પૃહ મુનિની પ્રતિમા આદિ જાણે દ્રવ્ય-નિસ્પૃહ એટલે આ લેક કે પરલોકમાં અધિક મળવાની અભિલાષાથી થેડાની ઈચ્છા નહીં કરનાર, અથવા ભાવ–ધર્મના અનુભવ વિના તેના જેવા બીજા જ્ઞાનથી ધન આદિમાં ઈચ્છા વિનાને છે ત્યાં સુધી અપ્રશસ્ત દ્રવ્ય નિઃસ્પૃહ કહેવાય; વેદાંત આદિ કુતીર્થના ઉપદેશથી એકાંત મતે સ્વીકારેલી મુક્તિમાં આસક્ત થયેલે ધન આદિમાં નિઃસ્પૃહ છે તે પ્રશસ્ત દ્રવ્ય નિસ્પૃહ છે. ભાવ નિસ્પૃહ