________________ 170 જ્ઞાનમંજરી અશુદ્ધ આચરણથી હું લેપાયે છું, તેથી શુદ્ધ આચરણથી પૂર્વની પ્રકૃતિઓને ક્ષય કરી, નવાં કર્મ નહીં બાંધવાથી હું છૂટીશ એવી લિસ દ્રષ્ટિથી ક્રિયાવાન જીવ વંદન નમસ્કાર આદિ ક્રિયા કરતે શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. એ પ્રકારે નિશ્ચય અને વ્યવહારને ગૌણ મુખ્ય કરી પ્રવર્તનારાઓને આ સાધનાક્રમ કહ્યો. 6 ज्ञोनक्रियासमावेशः सहैवोन्मीलने द्वयोः / ભાષાર્થ - બન્ને દ્રષ્ટિને સાથે જ ઉઘાડવારૂપ જ્ઞાન અને ક્રિયાને એકીભાવ (સમાવેશ) છે; ગુણસ્થાન ભૂમિકાના ભેદથી તે જ્ઞાન-ક્રિયામાં (અત્ર) એક એકનું મુખ્યપણું હોય, ધ્યાન દશાએ જ્ઞાન મુખ્ય અને વ્યવહાર દશાએ ક્રિયા મુખ્ય હાય. અનુવાદ:-- જ્ઞાન-ક્રિયા બે દ્રષ્ટિએ, ઊઘડે સાથે ધાર; એક એકની મુખ્યતા, ગુણસ્થાન–અનુસાર. 7 જ્ઞાનમંજરી :-- સાથે જ બને દ્રષ્ટિએ ઊઘડે છે કારણકે એકાંત જ્ઞાન-રુચિ સમ્યક્દર્શનવાળી નથી, તેમજ એકાંત કિયારુચિ પણ સમ્યફદર્શનવાળી નથી, પરંતુ એકબીજાની અપેક્ષાવાળી દ્રષ્ટિ જ સમ્યફદર્શનવાળી છે. માટે જ્ઞાન અને ક્રિયા બનેને સંગ જ સાધનરૂપે નિર્ણય કરવા ગ્ય છે. ત્યાં કચરો ઘણે એકઠો થયેલ હોય તેવા મેટા ઘરને સાફ કરવા દીવે, પુરુષ આદિની પ્રવૃત્તિ જરૂરી છે, તેમ આ લેકમાં સ્વરૂપને આવરણ કરનાર કર્મોરૂપી કચરાથી