________________ 138 જ્ઞાનમંજરી કરવાની હોય છે. આત્મજ્ઞાની, સમ્યકજ્ઞાનવંત પ્રથમ સંવરકાર્યની રુચિવાળ હોય છે, તે દેશવિરતિ, સર્વવિરતિ ગ્રહણ કરવારૂપ કિયાને આશ્રય લે છે, વળી ચારિત્રધારી આત્મજ્ઞાની પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રેમવાળે શુક્લધ્યાને ચઢવારૂપ કિયાને આશ્રય લે છે; કેવળજ્ઞાની સર્વસંવરના પૂર્ણ આનંદરૂપ કાર્યને અવસરે ગ રેકવારૂપ ક્રિયા કરે છે. માટે જ કહ્યું છે કે જ્ઞાનીને ક્રિયાની અપેક્ષા રહે છે એ પ્રકારે તે અર્થે જ મુનિઓને આવશ્યક કરવાનું કહેલું છે. તે વિષે દ્રષ્ટાંત છેઃ જેમ દવે પોતાના પ્રકાશવાળ હેવા છતાં તેલ પૂરવા આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમજ સમ્યક જ્ઞાની પણ ક્રિયારંગી (ભાવ સહિત ક્રિયા કરનાર) થાય છે, કારણ કે ક્રિયા વીર્યની શુદ્ધિનું કારણ છે. જે જીવ અશુદ્ધ વીર્ય ફોરવી આસવ કરતે સંસારમાં ફરે છે, તે જ જીવ ગુણીજનેની સેવાથી પિતાના ગુણ પ્રગટ કરવા તત્પર થતાં સંવરવંત થાય છે. વેગે વડે કર્મપ્રદેશનું ગ્રહણ થાય છે, વેગે વીર્યની ઉત્પત્તિનાં સ્થાન છે, તેથી પરમાત્માને વંદન, સ્વાધ્યાય, અધ્યયન આદિમાં યે જોડાય તે તે કર્મ ગ્રહણ અર્થે પ્રવર્તતા નથી. મેંગેની પ્રવૃત્તિ તે ક્રિયા છે. 3 बाह्य-भावं पुरस्कृत्य ये क्रिया व्यवहारतः / वदने कवलक्षेपं विना ते तृप्तिकांक्षिणः // 4 // ભાષાર્થ –-બહારની ક્રિયાના ભાવને આગળ કરીને જે ક્રિયાને નિષેધ કરે છે, તે મુખને વિષે કળિયે ઘાલ્યા વિના તૃપ્તિના વાંછનાર છે.