________________ 158 જ્ઞાનમંજરી બધું દુઃખરૂપ છે, સુખ તે દેહ અને ઇંદ્રિના અભાવવાળી દશામાં છે. 3 એમ શાતા અને આશાતાના ફળમાં જ ભેદ છે પરંતુ આવરણમાં ભેદ નથી. અત્યાબાધ સ્વરૂપને આવરણ કરવાને બનેને સ્વભાવ છે. જે સ્વગુણની ઘાત કરે તે દુઃખને સુખરૂપ માની કેણ અંગીકાર કરે ? આ પ્રકારે આત્માના જ્ઞાન અને આનંદના અનુભવરૂપ તૃપ્તિ પ્રશંસાપાત્ર છે, ઉપાધિથી થતી તૃપ્તિ તેવી નથી. માટે તે તૃપ્તિને અર્થે જ સમ્યક દ્રષ્ટિ જ અહંતની સ્તુતિ કરે છે, પરમાત્માને પૂજે છે, દેશવિરતિવાળા પણ સામાયિક, પ્રૌષધોપવાસ કરે છે, આત્માનુભવને લવ સ્વાદ લેવા માટે જ મુનિઓ એકાંત શેઠે છે, તેની પ્રાપ્તિને અર્થે પંચ પાપરૂપ આ ને ત્યાગ કરે છે, તે આસ ટાળવા ભીષ્મ ગ્રીષ્મમાં તપેલી શિલા ઉપર આતાપના ગ ધારણ કરે છે. શિયાળામાં હિમ પડે ત્યારે ચંદ્રનાં શીતળ કિરણમાં પવનના ઝપાટા સહન કરતા વસ્ત્ર રહિત વનમાં વસે છે, આગમને સ્વાધ્યાય કરે છે, ક્ષમાદિ ધર્મ દ્વારા ઉપસર્ગ કરનારના અજ્ઞાનને વિચાર કરે છે, તત્વજ્ઞાન વડે ગુણશ્રેણના શિખરે ચઢે છે, આત્માના એકત્વનું ચિંતન કરે છે. આત્મસમાધિ માટે જ પ્રાણાયામ આદિ પુરુષાર્થ, જિનકલ્પ આદિ આચાર છે. એમ સ્વ–સ્વભાવના અનુભવથી થતી તૃપ્તિને સર્વેએ અભ્યાસ કરવા યંગ્ય છે. 8 - -