________________ 166 જ્ઞાનમંજરી કરવાની નથી. પરંતુ જ્ઞાનીને વિધ્ર નિવારવા ભાવના ચિંતા ક્રિયા ઉપકારી છે. નિરંતર આત્મસ્વભાવના અનુભવમાં રહેલા ધ્યાનારૂઢને વિહ્વકારી કહી છે. આગમમાં પણ જે પૂર્વે અમૃતકુંભની ઉપમાને ગ્ય ક્રિયા કહી તે જ ઉપરની દશામાં વિષકુંભની ઉપમાને પાત્ર થાય છે. કહ્યું છે કે - “जा किरिया सुठ्ठयरी, सा विसुद्धिए न अप्पधम्मोति / पुट्विं हियाय पच्छा, अहिया जह निस्सहाइतिगं // " ભાવાર્થ:–જે ક્રિયા સારું કરનારી છે, તે આત્માની વિશુદ્ધિ હોય ત્યારે આત્મધર્મરૂપ નથી; પૂર્વે હિત અર્થે હોય છે, તે પછીથી જ્યારે અસહાય (અસંગ) અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે અહિતરૂપ થાય છે. તેથી જ આત્મસ્વરૂપના જ્ઞાનમાં એક્તા એ જ હિત છે. 4 तप:श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते / भावनाज्ञानसंपन्नो निष्क्रियोऽपि न लिप्यते // 5 // ભાષાર્થ - તપ, શ્રત આદિને મદ કરનાર કિયાવંત પુરુષ પણ કમે લેપાય છે, અને તત્ત્વજ્ઞાનથી પૂર્ણ મહાત્મા કિયારહિત હોવા છતાં પણ લેખાતા નથી. અનુવાદ:– તપ કૃતાદિ કરનાર પણ, મદોન્મત્ત લેપાય; તત્વજ્ઞાની નિષ્ક્રિય પણ, ના કમેં લેપાય. 5 જ્ઞાનમંજરી - જિનકલ્પ આદિ જેવી ક્રિયાને અભ્યાસી પણ તપ, શ્રત આદિનું અભિમાન કરનાર નવાં કર્મ ગ્રહણ કરવાથી લેપાય છે, વળી ક્રોધ સહિત ઉત્કૃષ્ટ