________________ 11 નિપાષ્ટક - 167 દયાની ક્રિયા પણ હિતકારી થતી નથી. આચારાંગ (3 શીતોષ્ણીય 4) સૂત્રમાં કહ્યું છે કે - 'सेवन्ता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दंसणं, उवरयसत्थस्स पलियंतकरस्स आयाणं सगडब्भि / ' ભાવાર્થ - જે સાધક ઉપર વર્ણવેલા ત્યાગને ઉપાસક હોય છે, તે અવશ્ય ક્રોધ, માન, માયા અને તેમને વમશે જ અર્થાત્ આદર્શ ત્યાગ અવશ્ય તે સાધકના કષાને ઘટાડશે જ એ (બિન અનુભવી પુરુષને નહીં પણ) પિતાનાં પૂર્વકાલીન સકલ કર્મોને અંત કરનાર, કર્મના આગમનનું દ્વાર પણ બંધ કરી કર્મબંધનથી સર્વથા મુક્ત થનારે, અને તેથી જ સર્વજ્ઞ–પદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષને આ સાક્ષાત્ અનુભવ છે.” વળી "वंता लोग-सन्नं से मइमं परक्कमेज्जासित्ति बेमि" (3 શીતોષ્ણીય ૧–આચારાંગ) ભાવાર્થ :--“પ્રત્યેક સાધકે લેકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરિક્રમણ (પરાક્રમ) કરવું ઘટે એમ કહું છું.” વળી "परिन्नाय लोगसन्नं च सव्वसो / बाले पुण निहे काम-समणुन्ने असमिय-दुक्खे दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरियट्टइ-त्तिबेमि" (આચારાંગ 2-6) ભાવાર્થ :-- “(હિંસા તથા) લોકસંજ્ઞાને જાણીને તે બન્નેને સર્વથા પરિહાર કરે. ખરી વાત તે એ છે કે તત્વજ્ઞ પુરુષને ઉપદેશની અથવા વિધિનિષેધની આવશ્યક્તા જ નથી. પરંતુ જે અજ્ઞાની (આત્મસ્વરૂપથી અજાણું) જી હોય છે તેઓને માટે જ તે ઉપયોગી વસ્તુ છે. કારણકે તેઓ જે