________________ 11 નિર્લેપાક 165 માટે જ તત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ સહિત જ્ઞાન ઉપગવાળા જયારે આત્માની ક્ષાપશમિક ચેતના, વીર્ય આદિ શક્તિઓને પરભાવરૂપ વિભાવથી પાછી વાળીને આત્મગુણમાં પ્રવર્તાવે છે ત્યારે તેમને તેટલી અબંધકતા હોય છે, તે સિવાય જ્યાં સુધી પરને અનુસરતી, વિષય-કષાયથી થતી ચપળતારૂપ શક્તિ હોય ત્યાં સુધી બંધક્તા હોય છે, એ પ્રકારે આત્માની સર્વ શક્તિ જ્યારે સ્વરૂપમાં વિશ્રામ પામે કે રમણ કરે ત્યારે તે સંપૂર્ણપણે અબંધક થાય છે, એમ સિદ્ધાંત છે. 3. लिप्सता ज्ञानसंपात-प्रतिघाताय केवलम् / निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते // 4 // ભાષાર્થ –લિતાનું જે જ્ઞાન તેને સંપાત એટલે વ્યુત્થાન દશાએ વ્યવહાર ભાવનાથી આવવું તેના નિવારણને માટે જ (કેવળ), ધારારૂઢ (નિલે જ્ઞાનમાં મગ્ન) મહાત્માને આવશ્યક આદિ સર્વ કિયા કામ આવે છે. તેથી જ ધ્યાનઆરૂઢ થેગીને આવશ્યક આદિ ક્રિયા તથા શુદ્ધિ આત્મધ્યાનની ધારાથી પડતાં રાખવાને જ ક્રિયાનું આલંબન કહ્યું છે. અનુવાદ:-- વિભાવ ભાવ નિવારવા, માત્ર કિયા સહુ હોય; નિલેપ જ્ઞાન મગ્ન જે, તેહ ક્રિયા-ફળ જેય. 4 જ્ઞાનમંજરી - શુદ્ધ સ્યાદ્દવાદ પ્રમાણ આત્મજ્ઞાનમાં મગ્ન પુરુષને આવશ્યક કરવારૂપ કિયા લિખતા છે, વિભાવ ચેતનારૂપ ઉપગ તે જ્ઞાન, તેમાં પડવારૂપ સંપાત, તેના નિવારણ માટે જ ક્રિયા ઉપકારી છે. તેથી ધ્યાનારૂઢને ક્રિયા