________________ 164 જ્ઞાનમંજરી રહેલું આકાશ લેવાતું નથી, તેમ હું પણ અમૂર્ત આત્મસ્વભાવરૂપ હોવાથી એક ક્ષેત્રમાં અવગાહના કરીને રહેલાં પુગલેવડે લેપતે નથી. કારણ કે જે આત્મસ્વભાવને અનુભવ કરનાર છે, તે પિતાની વીર્ય, જ્ઞાન આદિની શક્તિને આત્મામાં પ્રવર્તાવવાથી નવાં કર્મ ગ્રહણ કરતું નથી, તેથી લેપાત નથી. જેટલી આત્મશક્તિ પરને અનુસરીને પ્રવર્તે છે, તેટલે આસવ થાય છે; સ્વરૂપને અનુસરતી પિતાની શક્તિ તે સંવર છે એ રહસ્ય છે. અહીં વળી આત્મજ્ઞાન એકલાથી સંતોષ પામી ગયેલા, રાગ-દ્વેષમાં મહાલતા જીવે સમ્યફદર્શન આદિ ગુણોથી ભ્રષ્ટ (રહિત) હોવા છતાં પોતાને અબંધદશા વર્તે છે એમ માને છે તેમને અહીં સ્વીકાર કર્યો નથી. ઉત્તરાધ્યયનમાં (છઠું અધ્યયન, ગાથા 10-11) કહ્યું છે - भणंता अकरंताय बंधमुक्खपइनिणो / वायावीरियमित्तेणं समासा संति अप्पयं // 1 // न चित्ता तायए भासा कओ विज्जाणुसासणं / विसन्ना पावकम्मेहि, बाला पंडियमाणिणो / / 2 / / ભાવાર્થ:--બંધ-મોક્ષની વ્યાખ્યા મુખથી કહે પણ પિતે મેક્ષ માટે કંઈ કરે નહીં, વાણીરૂપી વીર્ય માત્રથી પિતાને આશ્વાસન આપે છે (જ્ઞાની છું એમ માની બેસે છે). 1 ને જુદી જુદી જાતની (વિચિત્ર) ભાષાઓ શરણરૂપ થતી નથી, તે વિદ્યાનું અનુશાસન પણ ક્યાંથી શરણભૂત થાય ? પાપ કર્મોથી પકડાયેલા મૂર્ખાઓ નહીં જાણવા છતાં પિતાને પંડિત માનનાર હોય છે. 2