________________ 11 નિપાષ્ટક 163 અનુવાદ : પુદ્ગલ સ્કંધ પુદ્ગલવડે, લેપાતા નહિ હુંય; ચિત્રનભ રંગાય ના, નહિ બંધન પામ્ય. 3 જ્ઞાનમંજરી - પરસ્પર એકઠા થવારૂપ સંક્રમ આદિથી પુદ્ગલસ્કંધ અન્ય પુદ્ગલથી લેપાય છે, સંચય થાય છે, કારણ કે સ્વજાતિ દ્રવ્યને પરિવર્તન (પલટવારૂપ) પરિણામ વાળા સ્કંધને અધિક રસની ઉત્પત્તિવાળા સ્કંધ સાથે બંધાવાને સ્વભાવ છે, પુદ્ગલને સંબંધ-ત્રિગુણવાળા અંધને પંચગુણવાળા સ્કંધ સાથે બંધ થાય, પંચગુણને સતગુણ સાથે એમ સર્વત્ર બે ગુણ અધિક વાળા સાથે બંધ થાય છે. બે ગુણને ચાર ગુણ સાથે, ચાર ગુણને છ ગુણ સાથે, છ ગુણને અષ્ટ ગુણ સાથે એ બંધ-સંગ થાય છે. અહીં સ્નિગ્ધ-રૂક્ષ ગુણે સ્પર્શમાં હોવા છતાં એકાંત સ્કંધનું કારણ થતા નથી, કારણ કે સ્પર્શને અંધ કરવાને ઉપાદાન સ્વભાવ નથી, તેમજ રસનું આસ્વાદનસ્વરૂપ હોવાથી રસસ્થગુણે પણ સ્કંધનું કારણ થતા નથી. માટે પૂરણ, ગલનરૂપ વિભાગ(સ્કંધે)ને જ, બે ગુણ અધિક સ્નિગ્ધ-રૂક્ષ નામના સ્પર્શના સંગથી પરિણમેલા સાથે, સ્કંધનું કારણ થવાને સ્વભાવ છે, તેથી પુદ્ગલેથી પુદ્ગલે લેપાય છે. હું નિર્મળ આનંદ ચૈતન્યરૂપ છું, પુદ્ગલના લેપવાળ નથી; માટે શુદ્ધ આત્મા પુદંગલેથી લેપતે નથી. ખરી રીતે તે પુદ્ગલ અને આત્માને તાદાઓ (તન્મય) સંબંધ જ નથી; સંગ સંબંધ તે ઉપાધિને લઈને છે. ચિત્રના રંગેથી જેમ આકાશ રંગાતું નથી તેમ (કર્મના અંજનથી અલિપ્ત આત્માનું) ધ્યાન કરનાર લેપાતું નથી. જેમ રંગ વડે ચિત્ર રંગાય છે પણ તે સ્થળે