________________ 156 જ્ઞાનમંજરી સુખ દુઃખરૂપ છે, તેમાં રક્ત થયેલાને તે ગ્રહણ કરવા ગ્ય નથી. કાન, આત્મા એ મિલ રોગરહિત, જનના - નિજ આત્મતત્વના જ્ઞાનથી પૂર્ણ, જ્ઞાન કરીને તૃપ્ત થયેલાને આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન તે અમૃતના એડકારની શ્રેણિ સમાન પ્રગટે છે. કર્મવેગરહિત, નિર્મળ, પરમાત્માને અનુભવ એ તૃપ્તિનું લક્ષણ છે. આત્મભાવના, આત્મજ્ઞાન, આત્માનું ધ્યાન એ અમૃતના ઉપરા ઉપરી ઓડકાર સમાન છે. 7 सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोऽप्यहो / भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरंजन: // 8 // ભાષાર્થ - ઇંદ્ર, વાસુદેવ આદિ પણ વિષયથી અતૃપ્ત (વિષચેના ભૂખ્યા) છે, સુખિયા નથી, એ આશ્ચર્ય છે, “નિરંજન” એટલે કર્મમલિનતાથી રહિત, જ્ઞાન વડે તૃપ્ત ભિક્ષુ ચૌદ રાજલેકમાં એક સુખી છે. અનુવાદ: સુખ નહિ ઇંદ્ર, ઉપેન્દ્ર પણ, વિષથી ન ધરાય; એક નિરંજન, જ્ઞાન તુમ ભિક્ષુ સુખી જગમાંય. 8 જ્ઞાનમંજરી - આ આશ્ચર્યની વાત છે કે ઇંદ્ર, વાસુદેવ (કૃષ્ણ) આદિ અનેક સુખી નથી. કેવા છે ઇંદ્ર, ઉપેન્દ્ર? મનહર ઇદ્રિયસંગરૂપ વિષયથી અતૃપ્ત છે; અનેક વનિતાઓના વિલાસ, પર્સ ભેજન, સુગંધી પુષ્પ વાસ, રમણીય મહેલ આદિ, કેમળ શબ્દનું શ્રવણ, સુંદર રૂપનું અવલોકન અને લાંબા કાળ સુધીના ભાગેથી તે ધરાયા