________________ 157 10 તૃપ્તિ અષ્ટક નથી, ખરી રીતે તે તૃપ્તિનાં કારણ નથી, તૃપ્તિને અસત્ય આરોપ માત્ર તેમાં મનાય છે. ચૌદરજજુ પ્રમાણ લેકમાં અનંત જીવે કર્મસહિત છે તેમાં એક ભિક્ષુ, આહારની લાલસા વિનાને, માત્ર સંયમ ટકાવવા ભિક્ષા ગ્રહણ કરનાર, અપરિગ્રહી સુખી છે. તે સ્વરૂપની ઓળખાણરૂપ જ્ઞાનથી તૃપ્ત, રાગ આદિ કલંક રહિત નિરંજન છે કારણ કે તે સ્વધર્મના ભેગી છે. તૃતિરૂપ ધર્મ જે વસ્તુમાં નથી તે વસ્તુના ભેગથી તૃમિ ક્યાંથી થાય? “વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે - जत्तो च्चिय पच्चक्खं, सोम्म सुहं नत्थि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं, तो पुण्ण फलंति दुक्खंति / / 1 / / विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छिव / तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं // 2 // सायासायं दुक्खं, तस्विरहम्मि अ सुहं जउ तेण / gi યુવતું સુવણં તેરિકામાવે રૂપ | ભાવાર્થ - હે સજજન! જે તને પ્રત્યક્ષ સુખ લાગે છે, તે સુખ નથી, દુઃખ જ છે, દુખના ઇલાજરૂપ ભિન્ન પ્રકારનું દુઃખ છે અને વળી દુઃખરૂપ ફળ ઉપજાવે તેવા સ્વભાવવાળું છે. 1 વિષયસુખ દુઃખ જ છે, દવાની પેઠે દુઃખના ઈલાજરૂપ છે, તેને સુખ ઉપચારથી કહે છે, પણ સુખનું તત્વ તેમાં નહીં હોવાથી ઉપચાર પણ ઘટતું નથી. 2 શાતા અને અશાતા દુઃખરૂપ છે, તે બનેથી રહિત સુખ છે તેથી દેહ અને ઇંદ્રિયેથી જે પ્રાપ્ત થાય છે તે