________________ 149 10 તૃપ્તિ-અષ્ટક અનુવાદ:– સ્વગુણ–તૃપ્તિ ત્રિકાળની, નિત્ય, જ્ઞાનને હોય, ક્ષણિક-તૃપ્તિ વિષયેની ના, સાચી ગણશે કેય. 2 જ્ઞાનમંજરી - જે ચૈતન્યના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવભૂત, અમૂર્ત, અસંગ, અનાકુળ, ચિદાનંદરૂપ સ્વગુણે વડે જ સાચા તત્વજ્ઞાનીને તૃપ્તિ હોય છે, તે સ્પર્શ, રસ, વર્ણ, ગંધ અને શબ્દરૂપ વિષયે વડે તેને શું વધારે સુખ મળવાનું હતું? કંઈ નહીં. જે સ્વરૂપના અનુભવી હોય છે તે વિભાવના કારણભૂત ઇંદ્રિયેના વિષયેને સુખનાં કારણ જાણતા નથી. સ્વગુણેથી થતી તૃપ્તિ કેવી હોય છે? ભવિષ્યના સર્વ કાળ સુધીની, વિનાશ રહિત અને સહજ હોવાથી નિત્ય છે. જે શબ્દાદિ વિષયેથી અલ્પકાળ સુધીની ઉપચારરૂપ (અસત્ય) તૃપ્તિ થાય છે તેવા પરના વિલાસરૂપ વિષયેનું સ્પર્શજ્ઞાનવાળાને શું પ્રયોજન છે? કંઈ નથી. પરના વિલાસ બંધના કારણરૂપ જ છે. ભાવના :- આ ભેગે અનેક વાર ભેગવ્યા તે પણ પિતાનું (આત્મ) સ્વરૂપ પ્રાપ્ત થયું નહીં; વળી તે સુખના કારણરૂપ પણ નથી, પરંતુ તેમાં સુખપણની બુદ્ધિ જ કલ્પિત (જૂહી) છે, તેથી તે વિષયે તરફ સ્વરૂપરસિકની દ્રષ્ટિ જ હોતી નથી. માટે આત્મગુણ વડે તૃપ્તિ કરવા યોગ્ય છે. 2 તે જ ભાવના વળી દર્શાવે છે -- या शान्तैकरसास्वादाद् भवेत्तृप्तिरतीन्द्रिया / सा न जिह्वेन्द्रियद्वारा षड्रसास्वादनादपि // 3 // ભાષાર્થ - શતરૂપ અદ્વિતીય રસના ચાખવાથી