________________ 10 તૃપ્તિ-અષ્ટક 151 અનુવાદ - સ્વમ-તૃપ્તિ સંસારની, માત્ર માન્યતારૂપ; સાચી તૃપ્તિ જ્ઞાનની, આત્મવીર્ય ફળરૂપ. 4 જ્ઞાનમંજરી - દ્રવ્યથી ચાર ગતિરૂપ સંસારમાં અને ભાવથી મિથ્યાત્વ આદિ વિભાવરૂપ સંસારમાં મિથ્યા અભિમાનથી થયેલી, પુદ્ગલ આદિની પ્રાપ્તિમાં માન્યતારૂપ તૃપ્તિ સ્વમ સમાન જૂહી, કલ્પના માત્ર હેય; કારણકે તૃષ્ણા જાળમાં ફસાયેલે અજ્ઞાની પિતાની કલ્પનાથી ક૯પેલી ઈષ્ટતા પ્રમાણે ઈષ્ટ માનેલા પુદ્ગલના સ્કંધરૂપ સંપત્તિ વિષે એમ માને છે કે “અહો ! મણિરત આદિને ખજાને મને મળે છે, પાપના ઉદય વખતે મનહર વચનની ચતુરાઈથી આશ્વાસન આપવામાં ચતુર સ્વજન સમુદાય મને મળે છે એ પ્રકારે તે તૃપ્ત રહે છે, તથાપિ કલ્પનારૂપ હેવાથી, ઉદયને લીધે મળી આવેલું હોવાથી, પરરૂપ હેવાથી, સ્વસત્તાને રેકનારાં આઠ કર્મ બંધાવામાં કારણરૂપ રાગદ્વેષ ઉપજાવનાર હેવાથી તે દુઃખરૂપ જ છે. તેથી મભૂમિમાં મૃગજળ જણાય તેવી તૃપ્તિ સુખનું કારણ થતી નથી. વળી મિથ્યાજ્ઞાન રહિત, સમ્યકજ્ઞાન-ઉપગવાળા આત્મતત્વની સન્મુખ સપુરુષને સ્વસ્વભાવના પ્રગટ અનુભવવાળી સાચી તૃપ્તિ સુખનું કારણ થાય છે. તે તૃપ્તિ કેવી હોય છે? સ્વભાવગુણના અનુભવથી ઉત્પન્ન થતી તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટ કરે છે, તે સામર્થ્યથી ગુણ પ્રગટે છે. માટે ગુરુચરણનું સેવન, આગમનું શ્રવણ, તત્ત્વનું ગ્રહણ આદિ સાધને વડે આધ્યાત્મિક તૃપ્તિ મેળવવા ગ્ય છે એ ઉપદેશ છે. 4