________________ 150 જ્ઞાનમંજરી થતી, ઇંદ્રિયને અગેચર કેવળ અનુભવગમ્ય જે તૃપ્તિ થાય તે છ રસના ચાખવાથી પણ જિહાઇદ્રિય દ્વારા થતી નથી. બીજી સર્વ તૃપ્તિથી જ્ઞાનતૃપ્તિ અધિકી દેખાડી, એ વ્યતિરેક આ સર્વ મિલાથી પણ અનુભવગમ્ય છે, અનુવાદ - પરમ શાંત રસ સ્વાદથી, તૃપ્તિ અતીંદ્રિય હોય; તે તૃપ્તિ ક્યાંથી મળે? ષડૂ રસ-સ્વાર્થો જીભ, જય. 3 જ્ઞાનમંજરી - ઈદ્રિના વિષય-ગ્રહણથી રહિત, શાંત રસને અનુભવથી જે તૃપ્તિ થાય તે, તીખા, ખાટા, મીઠા, તૂરા, કડવા અને ખારા રસવાળા ભેજનથી જિહા ઇંદ્રિય દ્વારા નથી થતી. જીભથી પુદ્ગલના રસને અનુભવ થાય, આત્મા તે સ્વરૂપને અનુભવી છે, પુદ્ગલના ગુણેને જાણનાર છે, ભક્તા નથી; પુદ્ગલના ગુણે ભોગવી શકાતા જ નથી. મેહના ઉદયને લીધે આહાર સંજ્ઞાથી રસનું ચાખવું થાય છે, પણ સ્વરૂપથી નહીં; સ્વરૂપ તે જ્ઞાનના અનુભવરૂપ છે. માટે આત્માના અનુભવથી તૃપ્તિ થાય છેપુદ્ગલેથી તૃપ્તિ થતી નથી. 3 संसारे स्वमवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी / तथ्या तु भ्रान्तिशुन्यस्य, सोऽऽत्मवीर्यविपाककृत् // 4 // ભાષાર્થ - સ્વમમાં મેંદક ખાધા, દીઠા તેથી તૃપ્તિ ન થાય તેમ સંસારમાં અભિમાનસિદ્ધ, માની લીધેલી, જૂઠી તૃમિ હોય, સાચી તૃપ્તિ તે મિથ્યાજ્ઞાન-રહિત સમ્યફદ્રષ્ટિને હોય, તે આત્માના વીર્યના પરિપાકની કરનારી તૃપ્તિરૂપ વીર્ય પુષ્ટિ છે.