________________ 10 તૃતિ-અષ્ટક पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् / साम्यताम्बूलमास्वाद्य तृप्ति याति परां मुनिः // 1 // ભાષાર્થ :-- જ્ઞાનરૂપ અમૃત પીને, ક્રિયારૂપી કલ્પવેલીના ફળને ખાઈને તથા સમતા પરિણામરૂપ તાંબૂલ (પાનબીડું ચાવીને મહા સાધુ ઉત્તમ તૃપ્તિ પામે છે. અનુવાદ :- કિયા-કલ્પતરુ-ફળ જમી, કર જ્ઞાનામૃત પાન; તાંબૂલ–સમતા-સ્વાદથી, પરમ તૃપ્તિ, મુનિ માન. 1 જ્ઞાનમંજરી - કિયાવંત છે વળી કદાચિત અહંકાર કે લેભના આવેશમાં સદ્દ અભ્યાસને નિષ્ફળ કરી નાખે છે, તેથી કષાયને ત્યાગ પ્રથમ કરવાથી સ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થતી “તૃપ્તિ’ રૂ૫ અષ્ટક હવે વર્ણવે છે. નામ આદિ ભેદે ચાર પ્રકારની તૃપ્તિ છે. જીવ કે અજીવ પદાર્થનું “તૃપ્તિ” એવું નામ પાડવું તે શબ્દ બેલવારૂપ નામ તૃપ્તિ છે. અક્ષરમાં સ્થાપના કરવારૂપ સ્થાપનાતૃપ્તિ છે, દ્રવ્ય તૃપ્તિ આગમથી તે તૃપ્તિને આગમથી અર્થ જાણનાર ઉપયોગરહિત હોય ત્યારે કહેવાય અને તે આગમથી દ્રવ્યતૃપ્તિ જ્ઞ–શરીર, ભવ્ય શરીર અને તથ્યતિરિક્તના ભેદથી ત્રણ પ્રકારે છે, ત્યાં આહાર, ધન, ઉપકરણથી તૃપ્તિ તે તન્દુ