________________ 9 ક્રિયાષ્ટક 141 નિત્ય ચાર શરણ ગ્રહણ કરવા આદિમાં આદર કરતે શુભ પરિણામવાળો જીવ પુણ્ય પ્રકૃતિ બાંધે છે અને પહેલાં બાંધેલી પ્રકૃતિએ પણ શુભ અનુબંધવાળી બનાવે છે. 4 ઈત્યાદિ કિયાસમૂહ સમ્યકજ્ઞાનાદિ સંવેગ નિર્વેદરૂપ પ્રગટ થયેલા ભાવને પાડી ન નાખે, અને વળી નહીં પ્રગટેલા એવા ધર્મધ્યાન, શુક્લધ્યાન આદિ ભાવને પણ પ્રગટ કરે, શ્રેણિક, કૃષ્ણ આદિને ગુણીજનેના બહુમાનવડે, મૃગાવતીને પશ્ચાત્તાપથી, અતિમુક્ત નામના નિગ્રંથને આલેચનાથી, ચંડરુદ્ર શિષ્યને ગુરુભક્તિથી ઈત્યાદિ અનેક મુનિઓને પરમાનંદની પ્રાપ્તિ થયેલી શાસ્ત્રમાં સાંભળી છે. 5 क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया / पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः // 6 // ભાષાર્થ –ક્ષાપશમિક ભાવે વર્તતાં, તપ-સંયમને અનુસરતી જે ક્રિયા કરાય છે, તે ક્રિયાવડે પતિત (ગુણથી પડેલા)ને પણ તે ભાવ(ક્રિયાના ભાવ)ની વૃદ્ધિ કરીને થાય છે. * ''खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं / વાં frદુ નાથ૬, grોવ તરમાવવુદ્ધિાર " અર્થ –ક્ષાપશમિક ભાવે દૃઢ યતથી કરેલું શુભ અનુષ્ઠાન (ક્રિયા) પતિતને પણ ફરીથી તે ભાવની વૃદ્ધિ કરનાર થાય છે. અનુવાદ - ક્ષપશમિક ભાવે ક્રિયા, આત્માર્થે જે થાય; પતિતને પણ ષિતી, સન્મુખ કરતી જાય. 6