________________ 142 જ્ઞાનમંજરી જ્ઞાનમંજરી - ચારિત્રને અનુસરતા વીર્યને ક્ષપશમ થતાં જે વંદનનમન આદિક કિયા થાય છે તે ક્રિયાથી ગુણથી વિમુખ થયેલા જીવને પણ ફરીથી તે ભાવની વૃદ્ધિ થાય છે. (ઉપરની ટીકામાં આપેલું અવતરણ આમાં પણ છે). ઔદયિક ભાવે પણ કિયા થાય છે. પણ તેવા ગુણની વૃદ્ધિ કરનારી તે હોતી નથી. ઉચ્ચગેવ, સુભગ, આદેય અને યશ નામ કર્મના ઉદયે, અંતરાયના ઉદય સહિત તપ, શ્રત આદિને લાભ થાય છે તે વિષે “પ્રજ્ઞાપના સૂત્રથી જાણવા ગ્ય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, દર્શનમોહ, ચારિત્રમેહ અને અંતરાયને ક્ષયપશમ થવાથી શુદ્ધ ધર્મને પ્રગટાવવા જે ક્રિયા કરાય છે, તે આત્મગુણેને પ્રકાશ કરનારી બને છે. 6 ફરીથી તે જ ભાવ દર્શાવે છે - गुणवृद्धथै ततः कुर्यातू, क्रियामस्खलनाय वो / एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते // 7 // ભાષાર્થ - તે માટે ગુણ વધારવાને અર્થે અથવા ગુણથી પતિત ન થવાય તે અર્થે ક્રિયા કરવી જોઈએ; એક સંયમસ્થાન તે કેવળી ભગવંતને સ્થિર રહે છે. અનુવાદ - ગુણ વધવા ક્રિયા કરે, અથવા ટકવા કાજ અપ્રતિપાર્લો સંયમ પદે, એક ટકે જિનરાજ 7 જ્ઞાનમંજરી - તેથી સ્વધર્મ પ્રગટવાનું કારણ હોવાથી સત્ય વૃત્તિરૂપ ક્રિયા કરવી ઘટે; શા માટે? જ્ઞાનાદિ ગુણના વિસ્તાર અર્થે ક્રિયા કરવી; પણ આહાર આદિ પંદર