________________ 9 ક્રિયાષ્ટક 143 સંજ્ઞા નિમિત્તે નહીં, વળી કિયારહિત સાધકપણુમાં રહેવા અસમર્થ છે, માટે પતિત ન થવાય તે માટે ક્રિયા કરવી; કારણકે વીર્યનું ચપળપણું છે તે કિયાવંતની સક્રિયામાં જાતાં તે પતિતપણું પામતું નથી. નહીં તે અનાદિ પ્રવૃત્તિમાં પ્રવર્તત તે પાછે પતિત થાય છે. શાસ્ત્રમાં સાંભળ્યું છે કે ક્રિયાથી ઉત્તરોત્તર સ્થાને જીવ ચઢતે જાય છે. તેમજ વળી જ્યાંથી પાછા પડી ન શકાય તેવું અપ્રતિપાતી સંયમસ્થાન તે ક્ષાયકજ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ, પૂર્ણસ્વરૂપમાં એક્તારૂપ એક સ્થાન યથાખ્યાત ચારિત્રવંત કેવળી ભગવાન(જિને)ને હોય છે, અન્યને હેતું નથી. તેથી સાધકે નવા ગુણોની વૃદ્ધિ માટે કિયા કરવી જોઈએ. માટે જ વને વસે છે નિ, જાય છેચૈત્યયાત્રા આદિ માટે નંદીશ્વર આદિ દ્વીપમાં, મમતા તજે છે શરીર પરની, સંકોચે છે શરીરને વીરાસન વડે, અભ્યાસ કરે છે અનાહારી થવા તત્પર થયેલા ઓછા ઓછા આહારને, ગ્રહણ કરે છે પરિહારવિશુદ્ધિ કે જિનક૯પ આદિ આકરા અભિગ્રહસમૂહ. 7 वचोऽनुष्ठानतोऽसङ्ग-क्रिया-सङ्गतिमङ्गति / सेयं ज्ञानक्रियाऽमेद-भूमिरानंद पिच्छला // 8 // ભાષાર્થ - વચન અનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસંગકિયાની યોગ્યતાએ પહોંચે છે, એ જ્ઞાન અને ક્રિયાની એકતારૂપ અભેદ ભૂમિકા છે, કારણ કે અસંગરૂપ ભાવક્રિયા શુદ્ધ ઉપગ અને શુદ્ધ વીર્થોલ્લાસનું તાદાભ્ય (તન્મયપણું) ધરે છે. કેવી છે અભેદ ભૂમિકા? સ્વાભાવિક આનંદ-અમૃત રસે ભીંજાયેલી છે.