________________ 136 જ્ઞાનમંજરી છે તે આત્મ-અનુભવરૂપ ઉપગનું કારણ છે એટલે ભાવજ્ઞાનનું કારણ છે; ગની પ્રવૃત્તિરૂપ દ્રવ્યકિયા પણ સ્વગુણોને અનુસરતી સ્વરૂપ પ્રવૃત્તિરૂપ ભાવક્રિયાનું કારણ છે. અહીં “જ્ઞાનસ્થ જી વિરતિ: જ્ઞાનનું ફળ વિરતિ છે, તેથી જ્ઞાન વિરતિનું કારણ છે. તત્વાર્થ-ટીકામાં કહ્યું છેઃ “ર્શનજ્ઞાને ચારિત્રસ્ય ઋાર, વારિત્રે મોક્ષાર” દર્શન અને જ્ઞાન ચારિત્રનું કારણ છે અને ચારિત્ર મોક્ષનું કારણ છે. ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે - "ता दंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा / अगुणिस्स नत्थि मुक्खो, नथि अमुक्खस्स निव्वाणं // અર્થ :- તેથી (સમ્યફ) દર્શનવંતને (સમ્યફ) જ્ઞાન હોય, (સમ્યક) જ્ઞાન વિના (સમ્યફ) ચારિત્ર ગુણો પ્રગટતા) નથી; અગુણી (ચારિત્ર ગુણ રહિત) ને મેક્ષ થતું નથી; અમુતને નિર્વાણપદ પ્રાપ્ત થતું નથી. માટે ક્રિયા સહિત જ્ઞાન હિતકારી છે, એકલું જ્ઞાન હિતકારી નથી એમ કહે છે - क्रियाविरहितं हन्त ! ज्ञानमात्रमनर्थकम् / गति विनापथज्ञोऽपि, नामोति पुरमीप्सितम् // 2 // ભાષાર્થ –અરે ! ક્રિયા રહિત એકલું જ્ઞાન મેક્ષરૂપ ફળ સાધવા અસમર્થ છે; માર્ગને જાણનાર પણ ચરણવિહારક્રિયા વિના ચાલ્યા વિના) ઇચછેલું નગર પામતે નથી. અનુવાદ :- જ્ઞાન માત્ર ક્રિયા વિના, હા ! નિષ્ફળ સમજાય; રસ્તે જાણ ન ચાલિયે, તે નહિ નિજ પુર જાય. 2 અનુવાદક. 1 કયા દિવસ 2 નહિ