________________ 124 જ્ઞાનમંજરી અનુવાદ - ભેદરતત્રય ધર્મ જે, સત્સંગ ફળ પણ જાય; ક્ષાયિક ધર્મ-સંન્યાસરૃપ, ચંદનગંધ સદાય. 4 જ્ઞાનમંજરી –ભેદરતત્રયીરૂપ ધર્મો, સત્સંગ-દેવગુરુના નિમિત્તે થતા ધર્મો પણ તજવા યોગ્ય છે. શું કરીને ? ક્ષાયિક અભેદ રત્નત્રયીરૂપ સ્વધર્મ પરિણામ, સહજ પરિણમનરૂ૫ ઉત્તમ ધર્મસંન્યાસ પામીને તે ધર્મસંન્યાસ કેવે છે? ચંદનગંધ સમાન; કારણ કે તેલ વગેરેમાં સુગંધી સંગને લઈને, પુષ્પાદિન નિમિત્તે થયેલી હોય છે; ચંદનમાં તે સહજરૂપે, તન્મયપણે ઉત્પન્ન થયેલી સુગંધી હોય છે, આથી ધર્મપરિણામ આત્મામાં સહજ જ છે કારણકે સ્વરૂપ હોવાથી સહજ છે. પણ અશુદ્ધતાથી આવરણ આવેલું છે તે ગુરુના નિમિત્તે (ધર્મપરિણામ) પ્રગટ થાય છે. ત્યાં પ્રથમ જિજ્ઞાસા આદિ ગ્યતા અને નિમિત્તની મદદથી સવિકલ્પ સમ્યક્દર્શન આદિ પ્રગટાવે છે તે જ દશા વર્ધમાન થતાં અભેદ રત્નત્રયીરૂપ નિમિત્ત આદિની અપેક્ષા વિના ગુણપરિણામરૂપ સહજ ધર્મપરિણામ પરિણમે છે ત્યારે સવિકલ્પ સાધના તજવા ગ્ય જ બને છે. ગદ્રષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે (ઉપરની ટીકામાં જણાવ્યું છે તેમ) કે બીજા અપૂર્વકરણમાં પ્રથમ ધર્મ અતાત્વિક હતા તે તાવિક થાય છે. ભાવાર્થ એ છે કે સમ્યફદર્શન આદિ ક્ષાપશમિક ગુણો જોકે અહેતુ પ્રવચન આદિ સ્વજાતિને અબાધક પણ વિજાતિરૂપ પરદ્રવ્યને અવલંબીને પ્રવર્તે છે, પરના અવલંબનથી અતાત્વિક કહેવાય છે, તત્ત્વસ્વરૂપમાં તન્મય નથી, પરંતુ અરિહંત આદિના ગુણનું અવલંબન લે છે એટલી પરાધીનતા છે જ એથી અતાત્વિક