________________ 132 જ્ઞાનમંજરી વાદળાં વગરના ચંદ્ર જેવું શેભે છે, જેમ વાદળાં રહિત ચંદ્રનું સ્વરૂપ નિર્મળ પ્રકાશે છે, તેમ જ્ઞાનાવરણ આદિ વાદળાં ટળી જાય ત્યારે શુદ્ધ આત્માનું સ્વરૂપ નિર્મળ પ્રકાશે છે. માટે જ બાધક પરિણતિને હેતુઓ તજીને, સાધકપણું અવલંબીને, સાધકપણામાં પણ વિકલ્પરૂપ વર્તમાન અપવાદ સાધના તજ, ઉત્સર્ગ સાધના ગ્રહણ કરતે, તેને વળી તજ અને પૂર્ણ ગુણની અવસ્થા પામતે આત્મા એમ અનુક્રમે સર્વ સંસર્ગભાવે (સંયોગોથી થતા ભાવે) નું આવરણ ટળી જવાથી નિર્મળ, નિષ્કલંક, અસંગ, સર્વ આવરણ રહિત સચ્ચિદાનંદરૂપ (આત્મા) અત્યંત એકાંતિક નિર્બધ, નિદ્ધ, નિઃપ્રયાસ, નિરુપમ ચારિત્ર સુખથી પૂર્ણ થાય છે. સમ્યકજ્ઞાનના બળથી હેય અને ઉપાદેયને વિવેક કરીને સમસ્ત હેય ભાવના ત્યાગી થવા ગ્ય છે. ત્યાગ જ નિર્જરાનું મૂળ છે; પરભાવનું ગ્રહણ જ આત્માને અહિતકારી છે. માટે આત્મસ્વરૂપની અભિલાષાવાળાઓએ ત્યાગ કરવું જ જોઈએ. 8