________________ 9 કિયાષ્ટક ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः / स्वयं तीर्थों भवाम्भोधेः, परांस्तारयितुं क्षमः // 1 // ભાષાર્થ - જે સમ્યફ જ્ઞાનવંત છે, ક્રિયાને વિષે તત્પર છે, ઉપશમવંત છે, જેણે આત્માને ભાવ્યા છે અને જેણે ઇંદ્રિયને જીતી છે, તે પિતે સંસારસમુદ્રથી તર્યો છે અને તે બીજાને તારવા સમર્થ છે. અનુવાદ:– ભાવ્ય આત્મા જ્ઞાનીએ, શાંત જિતેન્દ્રિય જેહ તર્યા કિયા-તત્પર થઈ, સમર્થ તારક તેહ. 1 જ્ઞાનમંજરી - પરભાવને ત્યાગ કરે એ જ સાધક કિયા, માટે હવે કિયાષ્ટકનું નિરૂપણ કરે છે; પિતાના કર્તાપણે જે કરાય તે કિયા, કરનાર દ્રવ્યની પ્રવૃત્તિ, સ્વરૂપ સન્મુખ જ્ઞાન-દર્શનરૂપ ઉપગનું પ્રવર્તન તે જ્ઞાન અને સ્વરૂપ સન્મુખ વીર્યની પ્રવૃત્તિ તે કિયા. “જ્ઞાનયાખ્યા મોક્ષા જ્ઞાન અને ક્રિયા બન્નેના ગે મેક્ષ મળે. એ સૂત્રમાં જ્ઞાન તે સ્વપરની ઓળખાણ અને ક્રિયા એટલે સ્વરૂપમાં રમણતા, ત્યાં ચારિત્ર અને વીર્ય ગુણની એકતારૂપ પરિણતિ તે સાધક ક્રિયા કહેવાય. અહીં અનાદિ સંસારમાં કાયા આદિની અશુદ્ધ ક્રિયાની પ્રવૃત્તિથી સંસાર પ્રાપ્ત થયું છે, પણ વિશુદ્ધ સમિતિ-ગુપ્તિ