________________ 128 જ્ઞાનમંજરી રહિત (નિર્વિકલ્પ) ત્યાગમાં તે નથી વિકલ્પ કે નથી પરિસ્પદ (ચંચળતા) આદિક ક્રિયા. અનુવાદ - ઈચ્છયા પંચાચાર પણ, શુદ્ધ સ્વપદ પર્યંત; નિવિકલ્પ ત્યાગે કહ્યો, વિકલ્પ, ક્રિયાને અંત. 6 જ્ઞાનમંજરી –જ્ઞાન-આચાર આદિ તે કાલ, વિનય આદિ, નિ:શંકઆદિ, સમિતિ ગુપ્તિ આદિ ચાર ગુણની વૃદ્ધિ કરવા માટે પાળવામાં આવે છે; શુદ્ધ પિતાના પદની મર્યાદા પર્યત એટલે શુભ ઉપગ દશામાં સવિકલ્પતા છે ત્યાં સુધી ઈષ્ટ છે. આ તજવા ગ્ય છે, આ ગ્રહણ કરવા ગ્ય છે એવા વિકપના ચિંતન વિનાની ત્યાગદશામાં, સહજ સ્વરૂપમાં તન્મય થાય ત્યારે વિકપનું ચિંતન નથી હતું. તેમજ બળ વીર્ય આદિરૂપ કિયા પણ હોતી નથી. ત્યાં સ્વરૂપના અવલંબનવાળા ગુણોના વર્તનમાં વીર્ય સ્વક્ષેત્રમાં વ્યાપી રહેવાથી હલનચલન હેતું નથી. પરંતુ પરભાવના ગ્રહણમાં તે પરગ્રાહકપણ પ્રત્યે વીર્યની પ્રવૃત્તિમાં કાર્યના અભ્યાસથી વીર્યની વિષમ અવસ્થા થવાથી હલન ચલનરૂપ કિયા થાય છે. માટે પિતાપિતાના પ્રદેશ વ્યાપેલા ગુણોનું તે સ્થળે રહેલા વીર્યની સહાયથી વર્તન થતું હોવાથી સ્વરૂપમા ક્રિયામાં, એક પ્રદેશથી બીજા પ્રદેશ જવારૂપ વીર્યન ચલનથી થતી ક્રિયાની પિઠે સાધક-બાધક એવા બે ભેદો નથી. ત્યાં (હલન ચલન કિયામાં) તે મિથ્યાત્વ, અવિરતિ, કષાયથી પ્રેરાયેલાં ચેતનાનાં પરિણામ પરની અભિલાષાવાળાં થવાથી પરને ગ્રહણ કરવા વીર્યને પ્રેરે છે તે આત્યંતર કિયા છે અને કુદેવની સેવા આદિ બાહ્ય ક્રિયા છે તે બંધનાં કારણરૂપ