________________ 122 જ્ઞાનમંજરી તે પિતા કહે છે. એ પ્રેમ ઉલ્લાસ આવતું નથી. તે દેવ કહે છે : “આ માત્ર માન્યતા જ છે કે આ મારે પુત્ર, આ મારી માતા ઇત્યાદિ વિકલ્પ અવસ્તુતારૂપે (જૂઠા) સંબંધમાં કરી શું મેહ કરે?” આ વચનેથી પ્રતિબંધ પામી સર્વેએ દીક્ષા લીધી. આ લેકમાં સંબંધ ભ્રમરૂપ છે. હે માતા-પિતા ! હે બંધુઓ ! તમારે સંબંધ અનાદિ પરંપરાથી અનાદિ અને અનિયત એટલે સંયમ રહિત છને છે અથવા અનિશ્ચિત સ્વરૂપવાળાને છે; મિત્ર હોય તે શત્રુ થાય, શત્રુ વળી મિત્ર થાય. હવે તે નિશ્ચિત એકરૂપ, ભિન્ન ભિન્ન ભાવ રહિત શીલ, સત્ય, શમ, દમ, સંતોષ આદિ હિતકારી બંધુઓને સદાય આશ્રય કર, સાધક શુદ્ધ આત્મગુણરૂપી બંધુઓને પ્રાપ્ત કર. 2 कान्ता मे समतेवैका, ज्ञातयो मे समक्रियाः / बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् // 3 // ભાષાર્થ - સમતા જ મારી એક પ્રિય પતી છે, સરખા આચારના સાધુ જ મારા સગા છે, બીજાં સગાનું કામ નથી, એમ નિશ્ચય ભાવે કરીને બાહ્ય પરિવારને છોડીને ગૃહસ્થની ઋદ્ધિ આદિ ઔદયિક ભાવના ત્યાગવાળા થવું, એટલે ઔદયિક ભાવ છેડી લાપશમિક ભાવવંત થવું. અનુવાદ :- એક મુજ સમતા પ્રિયા, સ્વજન સાધુસમાજ; બાહ્ય કુટુંબ તજી લઉં, ધર્મસંન્યાસ સત્સાજ. 3 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાની આત્યંતર સંબંધમાં પ્રીતિ કરે છે તે કહે છે. સ્વરૂપ સાધના માટે હું તત્પર થયે છું