________________ 8 ત્યાગાષ્ટક 119 સહિત હોય છે. જુસૂત્રનયે માઠાં પરિણામની ભીતિથી કરેલે ત્યાગ, શબ્દ અને સમરૂિઢ ના પ્રમાણે તહેતુ કિયારૂપ ત્યાગ; અને એવંભૂત ત્યાગ તે તજવાયેગ્ય જાણીને સર્વથા તજવારૂપ છે. અથવા આહાર આદિ બાહો ત્યાગ પહેલા ચાર ન પ્રમાણે સંમત છે અને આત્યંતર ત્યાગ શબ્દ આદિ ત્રણ નય અનુસાર છે એમ ત્યાગ–ભાવ કહ્યો, તે કરવા ગ્ય છે એ ઉપદેશ હવે જણાવે છે. સંયમની સન્મુખ (દીક્ષા લેવા તત્પર) થયેલે જીવ શુદ્ધ ઉપગરૂ૫ પિતાના પિતાને આશ્રય લે, એટલે રાગદ્વેષ રહિત આત્મજ્ઞાનને આશ્રયે રહે અને આત્મપ્રીતિ (ધૃતિ) રૂ૫ માતાને આશ્રય લે. આહાર પર્યાપ્તિ-નામકર્મને ઉદયે જ્યાં જીવ ઉત્પન્ન થયે તે માતા, તેને પિતા તે પિતા એમ લૌકિક સંબંધ છે, તે માબાપ પ્રત્યે કહે છે, “હે. માતા-પિતા! મને છૂટો કરે; હું તમારે પુત્ર નથી; તમે મારાં માતા-પિતા પણ નથી, લેકમાં માત્ર રૂઢિથી એમ કહેવાય છે.” આ વિષે ડ્રષ્ટાંત છે -- એક વખતે ભરત ક્ષેત્રમાં મગધ દેશની સુવા નગરીને વિષે અરિદમન, વિધિકુશળ વાજંઘ' નામે રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ધારિણી હતું. તેને સુભાનુ નામે કુંવર હતા. તે દેવ સમાન સુંદર કુમાર અનુક્રમે વિદ્યામાં ઈંદ્ર સમાન શ્રેષ્ઠ થયે, તે અતિ સૌદર્યયુક્ત છતાં સહજે જિનધર્મના સાધુનું વંદન પૂજન કરવામાં તત્પર રહેતા. કંદર્પસમ શેભતે તે જુવાનીમાં આવ્યા ત્યારે તેના પિતાએ રૂપ, લાવણ્ય, શીલ અને કળાવાળી સો રાજકન્યાઓનાં માગ કરી તેની સાથે પરણાવી.