________________ 8 ત્યાગાષ્ટક 117. અનુવાદ - સંયમાથીને નિજપિતા, શુદ્ધ ભાવ નિજ જોય; ધૃતિ-માતા માટે મને, મા-બાપ ! છૂટો કરી ઘોય. 1 હે બંધવ! તમ સંગ તે, અનાદિ ને અનિયત હવે શીલાદિ બંધુ ધ્રુવ, એકરૂપ સંમત. 2 જ્ઞાનમંજરી - ત્યાગથી ઇન્દ્રિયજય વળી વધે છે; તેથી આત્માના સ્વરૂપથી અન્ય જે પરભાવપણું તે તજવા ગ્ય છે. માટે ત્યાગાષ્ટક લખે છે. તજવું તે ત્યાગ. પર ભાવને ત્યાગ સર્વને સુખરૂપ છે. ત્યાગ એટલે છેડી દેવું. ત્યાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવપણે વસ્તુનું અસ્તિત્વ છે એ સ્યાદ્ અતિ નામને પ્રથમ પ્રકાર વિચારતાં આત્મપરિણામ એટલે પિતાના આત્મામાં વર્તતે “સ્વધર્મ સમવાયપણે આત્માથી અભેદ હોવાથી, તેને ત્યાગ ન બને; પરંતુ સમ્યફજ્ઞાન આદિ સાધનમાં વર્તવાથી, વિસારી મૂકેલાનું સ્મરણ થતું હોવા છતાં તેના આત્મામાં “સ્વધર્મનું તે ઉપાયપણું જ છે, કારણકે અંતર્ધાન થઈ ગયેલે આત્મા તેથી પ્રગટે છે, જેને ભગવ્યું નથી, તે ભગવાય છે–અનુભવાય છે. બાકી બધાને સંગ સંબંધ માત્ર છે એમ જાણવાથી તે તજવા ગ્ય જ લાગે છે. જો કે સદૈવ આદિ નિમિત્ત, શુભ આચરણ, ધ્યાન આદિ આત્મસાધન પરિણામની ગ્રહણતા અનાદિ અશુદ્ધ પરિણતિ ગ્રહવાની વૃત્તિ નિવારવા માટે સ્વીકારી છે, તે પણ સ્વસિદ્ધ અવસ્થાનું તે કદી ત્યાગવાપણું નથી, એમ ઉત્સર્ગ માર્ગે (તે નિમિત્તાદિની) ગ્રહણતા નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ કુદેવ આદિમાં રાગ કરે છે, તે જ સમ્યફદર્શનના બળથી સ્વધર્મને નિર્ણય કરી તેની જ રુચિવાળો થતાં શુદ્ધ