________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 115 અનુવાદ (પ્રભાતિયું) : ધન્ય વૈરાગિયા, ગુરુવચન રાગિયા, ભેગ સંસારના ત્યાગિયા જે, વેગ અભ્યાસમાં લીન, જુવાનીમાં, ગિરિવન ગહનમાં રાચિયા જે, અધિક એથી વળી ધન્ય તેને ગણે, જે દમે ઇદ્રિયે અપ્રમાદે, પંચ અગ્નિગણે વિષયને શેષવા, પરમ નિજતત્વરસ લે સુસ્વાદે. અહેહે ! પૂર્વભવમાં ચાખેલા સમતાસુખના સ્મરણથી અનુત્તર વિમાનમાં સુખ ભેગવનાર લવસત્તમ ઇંદ્રાદિ તે વિષયને સ્વાદ ત્યાગવા અસમર્થ હોવાથી મુનિના ચરણકમળમાં જમીન પર આળેટે છે! માટે અનાદિકાળમાં અનેક વાર ભેગવેલા વિષયે પ્રત્યે પૂંઠ દેવાયેગ્ય છે, તેને સંગ પણ કરવા એગ્ય નથી; પૂર્વે કરેલે તેને પરિચય સ્મૃતિમાં પણ આવવા દે નથી; સમયે સમયે દુર્ગછા જ કરવા ગ્ય સંસારના બીજ જેવા ઇંદ્રિયેના વિષયે છે. એટલા માટે જ નિગ્રંથ પુરુષ તત્વ અવલોકનની ઈચ્છા આદિમાં વાચનાદિ વડે કાળ ગાળે છે. કહ્યું છે કે - "निम्मल निक्कल निस्संग सिद्ध सब्भावफासणा कईया" નિર્મલ, નિષ્કલ, નિસંગ, સિદ્ધ સદ્ભાવસ્પર્શના કહી છે. ઇત્યાદિ રુચિથી રાત્રયમાં પરિણમીને સ્થવિરકલ્પ કે જિનકલ્પ અવસ્થામાં મુનિઓ રહે છે. સર્વ ભવ્ય જીવેએ એ જ કર્તવ્ય છે. 8