________________ 114 જ્ઞાનમંજરી આદિ વિષયમાં વ્યાપેહ પામેલા ચિત્તવાળા બની નરકમાં દીન દશા પામ્યા છે; વધારે શું કહેવું? વિષયરૂપ વિષને ભંગ ન કરે. 7 विवेकद्वीपहर्यक्षैः समाधिधनतस्करैः / 'इन्द्रियैर्न जितो योऽसौ धीराणां धुरि गण्यते // 8 // ભાષાર્થ –વિવેકરૂપ હાથીને હણનાર સિંહ સમાન, અને નિર્વિકપ ધ્યાનરૂપ ધન લૂંટી લેનાર લૂંટારા જેવી ઇંદ્રિયને વશ જે થયે નહીં તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે. અનુવાદ:– વિવેક હાથના સિંહ સમ, ઇંદ્રિય જે જિતાય, સમાધિ ધન રાય ના, ધીર વીર ગણાય. 8 જ્ઞાનમંજરી - સ્વપરને ભેદ સમજવારૂપ વિવેક હાથી સમાન છે, તેને હણનાર સિંહ સમાન ઇદ્રિ છે. વળી સ્વરૂપના અનુભવમાં વિલાસરૂપ સ્થિરતા તે સમાધિ નામનું સર્વસ્વ ધન છે તેનું હરણ કરનાર ચેરે જેવી ઇદ્રિ છે. જે નમિરાજર્ષિ, ગજસુકુમાર, સુકુમાલપાલ આદિ પુરુષ ઇંદ્રિયને વશ ન થયા તે ધીર પુરુષમાં મુખ્ય ગણાય છે, વખણાય છે. કહ્યું છે કે - धन्यास्ते ये विरक्ता गुरुवचनरतास्त्यक्तसंसारभोगाः / योगाभ्यासे विलीना गिरिवनगहने यौवनं ये नयन्ति / तेभ्यो धन्या विशिष्टाः प्रबलवरवधूसंगपंचाग्नियुक्ताः / नैवाक्षौघे प्रमत्ताः परमनिजरसं तत्त्वभावं श्रयंति // 1 // 1. પાઠાન્તર ક્રિયે ન તોડલ