________________ 118 જ્ઞાનમંજરી દેવ આદિને સ્વીકારે છે, તથાપિ દેવાદિને પરરૂપે જાણે તે છે જ; અપ્રશસ્તને તજે છે, પ્રશસ્તને અત્યાગ, સ્વસાધન પરિણતિ (ધ્યાન)નું ગ્રહણ એ બધું અસિદ્ધ (સાધક દશા–સંસાર દશા) અવસ્થા સુધી હોય છે. હવે (1) નામત્યાગ તે શબ્દ બલવારૂપ છે; (2) સ્થાપનાત્યાગ, દશયતિધર્મ, પૂજન આદિમાં જે સ્થાપવામાં આવે છે તે, (3) દ્રવ્યત્યાગ, દ્રવ્યથી એટલે બાહ્યવૃત્તિથી, અથવા ઇદ્રિયસુખની અભિલાષાના લક્ષથી ત્યાગ કરે તે દ્રવ્યત્યાગ છે; દ્રવ્યને ત્યાગ તે આહાર, ઉપાધિ (સામગ્રી–ઉપકરણ) આદિને ત્યાગ તે પણ દ્રવ્યત્યાગ છે. દ્રવ્યરૂપ ત્યાગ બે પ્રકારે છેઃ આગમથી અને નેઆગમથી. આગમથી દ્રવ્યત્યાગ એટલે ત્યાગના સ્વરૂપને જાણનાર, પણ ઉપગરહિત તે, ને આગમથી દ્રવ્યત્યાગ - 1 જ્ઞશરીર એટલે ત્યાગનું સ્વરૂપ જાણનારનું શરીર, 2 ભવ્ય શરીર એટલે ત્યાગસ્વરૂપને ભવિષ્યમાં જાણનાર થવાને હોય તે લઘુશિષ્યાદિ 3 તથ્યતિરિક્ત, સુદ્રવ્ય ત્યાગ, પુદ્ગલની આશારહિત, આ લેકની આશા, પરલેકની આશા રહિત, સ્વરૂપસાધનની સન્મુખ બની બાહ્ય ઉપાધિ, શરીર, અન્ન, પાન, સ્વજન આદિને ત્યાગ; (4) ભાવથી ત્યાગ આશ્વેતર (અંતરના) રાગ, દ્વેષ, મિથ્યાત્વ આદિ આસવ પરિણતિને ત્યાગ; આત્માના ક્ષાપશમિક જ્ઞાનાદિ ગુણેની પરભાવથી નિવૃત્તિ તે ભાવત્યાગ. તે સમ્યકજ્ઞાન પૂર્વક ચારિત્ર અને વીર્યની મિશ્રતાથી થતાં આત્મપરિણામ છે. નૈગમ અને સંગ્રહ નયે નામ સ્થાપના પ્રમાણે ત્યાગ જાણ. વ્યવહાર નયે ત્યાગ, વિષ અને ગરલ અનુષ્ઠાન (આ ભવની સુખેચ્છાપૂર્વક અને પરભવની સુખેચ્છાપૂર્વક ક્રિયા)