________________ 5 જ્ઞાનાટક 3 આત્મસ્વરૂપની સમજણરૂપ અનુભવમાં લીન થયેલા પુરુષે ઇંદ્ર આદિને આશ્ચર્ય પમાડનાર મનેહર શબ્દ આદિ વિષયને તરણા તુલ્ય ગણે છે, સ્વરૂપે રમે છે, ભીષ્મ ગ્રીષ્મના તાપથી તપેલી શિલા ઉપર ઊભેલા છતાં શીતળીભૂત અંત:કરણવાળા છે, લક્કડિયું હિમ પડે ત્યારે પણ જે કંપી ઊઠતા નથી, અડોલ રહે છે. આખા જગતને ખળભળાવી મૂકે તેવા ઉત્પાતામાં પણ જે ક્ષોભ પામતા નથી પણ આત્મતત્વનું ધ્યાન કરે છે, ચિંતવન કરે છે સ્વગુણ પર્યાયનું, ઇંદ્રના વૈભવની સરખામણી કરે તેવા ચકવર્તીના વિલાસને તે તજે છે. શું કહેવું? આત્માના આનંદની સમજણના રસિયા સપુરુષોને બીજું બધું દુષ્ટ લાગે છે. યથાર્થ સંપૂર્ણ પ્રત્યક્ષ આત્માના રસિયા સત્પરુષો સહન કરે છે પરીષહીને, શરૂ કરે છે શ્રેણી, અને વિસ્તાર છે સ્વરૂપમાં લીનતારૂપ ધ્યાન માટે જ્ઞાનને સ્વાદ લેનાર મહાપુરુષોને જ ધન્ય છે. “સંગરંગશાળામાં કહ્યું છે? . ते धन्ना सुकयत्था, जेसि नियतत्त बोहरुई जाया / जे तत्त बोहभोई, ते पुज्जा सव्व भव्वाणं // 1 // जेसि निम्मलनाणं, जायं तत्तसहावभोगित्तं / ते परमा तत्तसुही, तेसिं नामपि सुट्ट्यरं // 2 // અનુવાદ –(અનુષ્ટ્રપ) આત્મબોધરુચિ જાગી, તે ધન્ય કૃતકૃત્ય તે, જે આત્મજ્ઞાનના ભેગી, તે સૌને અતિ પૂજ્ય છે. 1 નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ, ભેગી આત્મસ્વભાવના, મહા સુખી મહાત્મા તે, શ્રેય દે નામ તેમનાં. 2