________________ - જ્ઞાનમંજરી 4 ધ્યાનના બળથી મેહ-કર્મોને બાળીને રાખ કરી નાખ્યાં હોય અને તપી જવા આદિ પરિણતિથી રહિત થયા હોય તે સમતા ભેગી કહેવાય છે. 5 અનાદિ કાળથી જીવની વૃત્તિ યોગને આધીન, કર્મના ઉદયને આધીન છે, તેને ક્ષય, અભાવ કરી સ્વરૂપમાં વર્તનાર (વૃત્તિવાળા) વૃત્તિક્ષય-ગી કહેવાય છે. એમ પાંચ વેગમાં સમતા-ગી સાધનમાં સર્વોત્તમ કુશળતાવાળા છે; એમ જ્ઞાનની પૂર્ણઅવસ્થા તે શમ સમજે. 1 अनिच्छन् कर्मवैषम्य, ब्रह्मांशेन 'शमं जगत् / आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी // 2 // ભાષાર્થ - કર્મથી થયેલા વર્ણાશ્રમ આદિ ભેદને નહીં ગણનાર, શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની સમજણથી ચરાચર જગતને આત્માથી અભિન્નપણે (સ્વાત્મતુલ્ય એક રૂપ દેખે (“સર્વાત્મમાં સમદ્રષ્ટિ વો, આ વચનને હૃદયે લખ”) તે ઉપશમવંત મેક્ષે જશે. “ભગવદ્દગીતામાં અધ્યાય પાંચમામાં પણ કહ્યું છે : विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि / शुनि चैव श्वपाके च पंडिताः समशिनः // 18 / / इहैव तैजितः सर्गों येषां साम्ये स्थिरं मनः / निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता: // 16 // એટલે ભેદ છે કે ત્યાં એકાંતે અભેદ કહે છે, અહીંયાં નયભેદ છે, નયવાસના તે જ માર્ગાનુસારિણી છે. 1 સમં પણ પાઠ છે અને ટીકામાં તે જ પાઠ બન્નેએ સ્વીકારેલો છે.