________________ 100 જ્ઞાનમંજરી સમગુણધારી પ્રાપ્ત કરે છે. તેથી જ દર્શન, જ્ઞાનમાં નિપુણ ધીર પુરુષે (14) પૂર્વને અભ્યાસ કરે છે, ગુરુકુલવાસને આશ્રય કરે છે, નિર્જન વનમાં રમણતા કરે છે. આત્મવિશુદ્ધિના ઈચ્છક શમની પૂર્ણતા માટે ઉદ્યમ કરે છે. 5 સ્વયંભૂમvસ્પર્ધવર્ધsg: રમતાં-રસ | मुनियेनोपमीयेत कोऽपि नासौ चराचरे // 6 // ભાષાર્થ - અર્ધરજજુ પ્રમાણ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રના વિસ્તારની સ્પર્ધા કરનાર ઉપશમ રસ જેને છે એવા મુનિને જેની ઉપમા આપીએ એ કોઈ પણ પદાર્થ સચરાચર જગતમાં જણાતું નથી. અનુવાદ :-- સ્વયંભૂરમણ સમુદ્રસમ, શમતારસ વિસ્તાર; નિત્ય વધે જે મુનિ-મને, તે અનુપમ જગસાર. 6 જ્ઞાનમંજરી - અર્ધરજજુ જેટલા વિસ્તારવાળા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વધતા જતા, રાગદ્વેષ રહિત ભાવરૂપ શમતા રસવાળા મુનિ, ભૂતકાળના રમણીય વિષયનું સ્મરણ નહીં કરનારા, વર્તમાનમાં ઈન્દ્રિથી જણાતા વિષયમાં રમણ નહીં કરનારા, ભવિષ્ય કાળ માટે મનેહર વિષયોની ઈચ્છાને અભાવ કરનારા એમ ત્રિકાળ વિષયત્યાગી મુનિને જેની ઉપમા ઘટે એ કઈ પણ પદાર્થ ચરાચર વિશ્વમાં વિખ્યાત નથી, કારણકે અચેતન પુદ્ગલના સમૂહથી ઊપજેલું બધું મૂર્ત (વર્ણ, ગંધ, રસ, સ્પર્શદિવાળું) છે, તે સહજ, આત્યંતિક, નિરુપમ ચારિત્રરૂપ સમભાવ કે સમતારસની સરખામણી શી રીતે કરી શકે? કારણ દુર્લભ