________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 105 ઇદ્રિય. ત્યાં નિવૃત્તિ એટલે અંગોપાંગેની ઇંદ્રિયદ્વારરૂપ રચના. ઉપકરણ તે નિર્માણ નામકર્મ અને અંગે પાંગ નામકર્મરૂપ કર્મવિશેષથી સંસ્કાર પામેલા શરીરના જે પ્રદેશે તે. નિવૃત્તિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. તેને જેમ જેમ હાનિ ન પહોંચે અને તેને મદદ મળે તે ઉપકાર કરે તે ઉપકરણ પણ બાહ્ય, અત્યંતરરૂપે બે પ્રકારે છે. ભાવ ઇંદ્રિયના પણ લબ્ધિ અને ઉપગ એમ બે ભેદ છે. મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને વીર્યંતરાય કર્મના ક્ષપશમથી પ્રગટ થતી સ્પર્શાદિ ગ્રાહકશક્તિ તે લબ્ધિ છે. સ્પર્શ આદિનું જાણવું તે ઉપગ છે. સ્પર્શ આદિ જ્ઞાન ફળરૂપ ઉપગ છે. અહીં વર્ણ આદિ જ્ઞાનને ઇદ્રિના વિષય કહ્યા છે, પરંતુ મને હર કે અણગમતા વર્ણ આદિમાં ઈષ્ટ–અનિષ્ટતા થવાથી ઈષ્ટ પ્રત્યે આકર્ષણ અને અનિષ્ટ પ્રત્યે વિમુખતા ઊપજવારૂપ મેહપરિણતિને જ જ્ઞાનમગ્ન મહાત્માઓ વિષયપણે ગણે છે, નહીં તે જે જ્ઞાનને વિષયપણાવાળું માનીએ તે સિદ્ધ ભગવાનના જ્ઞાનને પણ વિષયેવાળું જ્ઞાન માનવારૂપ આપત્તિ-દોષ આવે. માટે રાગદ્વેષપણે પ્રવર્તતા જ્ઞાનને વિષયરૂપ (મેહરૂ૫) ગણાય. કારણ અને કાર્યમાં એકતા હોય છે. ચારિત્રમેહના ઉદયથી નહીં રમવાયેગ્ય ભાવમાં રમણતા તે અસંયમ છે. ત્યાં વર્ણાદિક માત્ર રેય (જાણવાયેગ્ય પદાર્થરૂપે) જ નથી પણ સુંદર લાગવાથી તેમાં રમણીયરૂપ ઈષ્ટબુદ્ધિ થાય છે. વિષયેની ઇક્રિયા દ્વારા પ્રવર્તતા જ્ઞાનનું ઈષ્ટઅનિષ્ટપણે પરિણમવું અટકે તે ઇન્દ્રિય વિષયજય છે. એમ