________________ 110 જ્ઞાનમંજરી સમજ) વડે સ્વરૂપ અને પરરૂપના ભેદવિજ્ઞાનથી “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યફદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આત્માને આત્માપણે જાણનાર, રાગ આદિને પરરૂપે નિર્ધાર કરનાર સમ્યફષ્ટિ અંતરાત્મા કહેવાય છે, તે જ જીવ, સમ્યફદર્શનની પ્રાપ્તિના અવસરે નિર્ધાર કરેલા તત્વસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થતાં, પરમ આનંદમય, સંપૂર્ણ સ્વધર્મની પ્રગટતાને ભેગવનાર સિદ્ધ પરમાત્મા થાય છે. તેથી મિથ્યાત્વને દૂર કરી આત્મસ્વરૂપના ભેગ વડે એંઠ, મળ કે કાદવ સમાન વિષયોને તજે છે - विसयविसं हालाहलं, विसयविसं उक्कडं पीयं / ताणं विसयविसया पिव विसयविसविसुईहुंति // कामभोगग्रहो दुष्टः कालकूटविषोपम: / तद्व्यामोहनिवृत्त्यर्थमात्मभावोऽमृतोपमः // ભાવાર્થ –-વિષયરૂપી વિષ હલાહલ ઝેર જેવું છે; વિષયવિષ ઉત્કૃષ્ટપણે પીધું છે. વિષયને વિરેચન કરનાર અતિવિષ હવે પી જેથી વિષયવિષની વિશુચિકા (ઝાડા-ઊલટી) થાય. કામ ભેગ એ દુષ્ટ ગ્રહ છે, કાળકૂટ ઝેર જેવા છે, તેની મૂંઝવણ દૂર કરવા માટે આત્મભાવ અમૃત સમાન છે. માટે આત્માના અનુભવથી તૃપ્તિ કર. 3 आत्मानं विषयः पाशैभववासपराङ्मुखम् / इन्द्रियाणि निवन्नन्ति मोहराजस्य किंकराः // 4 // ભાષાર્થ - સંસાર-વાસથી વિમુખ આત્માને મેહરાજાના નેકર સમાન ઇંદ્રિય વિષયરૂપ દોરડાથી બાંધે છે.