________________ 7 ઇન્દ્રિયજ્યાષ્ટક 111 મહામહ રાજાને વડે બેટો રાગ કેસરી, તેને વિષયાભિલાષ નામે પ્રધાન છે, તેનાં સંતાન ઇંદ્રિયે છે. અનુવાદ - મહરાય–સેવક સમી, ઇંદ્રિય બધે બંધ; વિષય-પાશથી જીવને, ભવભરુને પ્રતિબંધ. 4 જ્ઞાનમંજરી - સંસારમાં વસવાથી ઉદ્વેગ પામેલા આત્માને ઈંદ્રિયે ભવવાસમાં દૃઢ કરે છે, બાંધી રાખે છે. શાન વડે? વિષયરૂપ પાશથી. ઇદ્વિરૂપ મેહરાજાના આ નેકરે મેહના પરિવારરૂપ, મેહનાં સંતાનની ઉપમા જેમને અપાઈ છે તેમાં મુખ્ય રાગકેસરી છે તે જગતને મૂંઝવનાર છે. તેને પ્રધાન વિષયાભિલાષ નામે છે. ભવના મૂળરૂપ વિષયને ત્યાગ હિતકારી છે. 4 गिरिमृत्स्ना धनं पश्यन् धावतीन्द्रियमोहितः। अनादिनिधनं ज्ञान-धनं पार्श्व न पश्यति // 5 // ભાષાર્થ-ઈન્દ્રિયના મોહમાં પડેલે જીવ પર્વતની માટી(કાચું સોનું, રૂપું)ને ધન માનતે આમ તેમ ડે છે, પરંતુ અનાદિ અને અનંત (આદિ-અંતરહિત) જ્ઞાનધન (જ્ઞાનરૂપી ધન) પાસે છે છતાં તે દેખતે નથી. સત્તાવિશ્રાંત (સત્તામાં રહેલું) કેવળજ્ઞાનરૂપ ધન પાસે છે. કહ્યું છે - વત્રનાળમid નવસર્વ તયં નિરાવર” કેવળજ્ઞાન અનંત અને નિરાવરણ છે તથા જીવનું સ્વરૂપ છે. અનુવાદ: ગિરિધૂળ ધન ગણ દોડતે, ઇંદ્રિય–મેહે ગ્રસ્ત જ્ઞાન અનાદિ અનંત ધન, પાસે જુએ ન મસ્ત. 5