________________ 98 જ્ઞાનમંજરી તેજક અનુભવ સાદિ વિચારચિય થતાં ત્યાં આજ્ઞાને નિર્ધાર તે સમ્યક્દર્શન છે. આજ્ઞાનું અનંતપણું, પૂર્વાપર અવિરોધપણું આદિ સ્વરૂપ વિચારતાં ચમત્કારપૂર્વક ચિત્તનું શાંત થવું તે આજ્ઞા-વિચય ધર્મધ્યાન છે. એ પ્રકારે અપાય આદિ ભેદ વિષે પણ નિર્ધાર (શ્રદ્ધા) જ્ઞાનપૂર્વક અનુભવ સહિત ચિત્તની વિશ્રાંતિ તે ધ્યાન જાણવું. તેમજ શુક્લ ધ્યાનમાં પણ સમ્યફજ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા સમજવી. આવી ધ્યાનરૂપ વૃષ્ટિ થવાથી દયારૂપ નદીમાં શમરૂપ પૂર ચઢી આવતાં વિકારરૂપ કાંઠે ઊગેલાં ઝાડ ઊખડી જાય. દયા એટલે પોતાના અને પરના ભાવપ્રાણની ઘાત ન થવારૂપ ભાવદયા. “શ્રી વિશેષાવશ્યક”માં ગણધરવાદ નામના અધિકારે સ્વપરના દ્રવ્યપ્રાણની રક્ષારૂપ દ્રવ્ય દયામાં પણ દયાને આરોપ કર્યો છે, કારણ કે ભાવદયાની બુદ્ધિનું અને તેના લક્ષણનું કારણ પણું દ્રવ્યદયા છે. તેથી દ્રવ્યદયા તે કારણરૂપ છે અને ભાવદયા તે ધર્મ છે. આ પ્રકારની દયાનદીએ ધ્યાન યોગથી સર્વ કષાયની પરિણતિ શાંત થવારૂપ શમનું, રાગદ્વેષના અભાવવાળા વચનધર્મરૂપ શમનું પૂર ચઢી આવે ત્યારે કામકોધાદિ અશુદ્ધ આત્મપરિણામરૂપ કાંઠા ઉપરના વૃક્ષો મૂળથી ઊખડી જઈ નાશ પામે જ. કારણ કે આ આત્મા વિષય-કષાયના વિકારોથી પીડાતે, આત્મગુણોને આવરણ કરનાર કર્મોને ઉદયથી પરિભ્રમણ કર્યા કરે છે તે જ આત્મા સ્વરૂપમાં આવી જવાથી આત્મામાં તલ્લીન થતાં ચઢતા જતા શમરૂપી પૂરે વિકારોને ज्ञानध्यानतपःशाल-सम्यक्त्वसहितोऽप्यहो / तं नामोति गुणं साधुर्यमामोति शमान्वितः // 5 //