________________ 6 શમાષ્ટક ભાષાર્થ - તત્ત્વજ્ઞાન, સજાતીય પરિણમની ધારારૂપ ધ્યાન, ઈચ્છાના નિરોધરૂપ 12 પ્રકારે તપ, બ્રહ્મચર્ય અને આત્માની શ્રદ્ધારૂપ સમ્યકત્વ એટલા બધા ગુણવાળે સાધુ પણ, જે ગુણ સમગુણે અલંકૃત પુરુષ પામે છે, તે પામતે નથી. અનુવાદ :- જ્ઞાન, ધ્યાન, તપ, શીલ ને, સમકિત સહિત હોય; તે પણ સમગુણધારી સમ, લાભ ન પામે કેય. 5 જ્ઞાનમંજરી :-- તત્વની ઓળખાણરૂપ જ્ઞાન, પરિણામની સ્થિરતારૂપ ધ્યાન, ઈચ્છાનિધિરૂપ તપ, બ્રહ્મચર્યરૂપ શીલ, તત્વશ્રદ્ધારૂપ સમ્યકત્વ ઈત્યાદિ ગુણવાળા, રત્નત્રયરૂ૫ સાધનથી મેલ સાધનાર સાધુ જે કેવળજ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરતા નથી તે ગુણ શમતારૂપ ચારિત્રવાળા પામે છે. અહીં જ્ઞાનાદિ ગુણે કહ્યા તે નિરાવરણ, નિર્મળ કેવળજ્ઞાનને પ્રગટ કરવામાં પરંપરા કારણરૂપ છે અને શમ એટલે કષાયને અભાવ, યથાખ્યાત ચારિત્ર તે કેવળજ્ઞાનનું આસન્ન (નિકટ) કારણ છે. અશ્વકરણ, સમીકરણ, કિટ્ટી (કૃષ્ટિ) કરણરૂપ વીર્યથી સૂક્ષ્મ લેભના ખંડ ખંડ કરી તેને ક્ષય કરે છે ત્યારે નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નત્રયી પરિણતિ હોય છે અને ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાને તે યથાખ્યાત ચારિત્રવંત પરમ સમગુણધારી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોને ક્ષય કરે છે અને સંપૂર્ણ, નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન અને પરમ દાનાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. માટે જ ક્ષપશમ જ્ઞાનવાળા જે પ્રાપ્ત કરતા નથી, તે પરમ